- ભારતને હર્ડ ઈમ્યુનિટી મેળવવા ઓક્ટોબર સુધી સમય લાગી શકે છે
- SBI ઈકોરેપની એક રિપોર્ટમાં હર્ડ ઈમ્યુનિટી અંગેની માહિતી આવી સામે
- SBIના સમુહ મુખ્ય આર્થિક સલાહકાર ડો. સૌમ્ય કાન્તિ ઘોષે લખ્યો રિપોર્ટ
મુંબઈઃ ભારતને કોરોના વાઈરસ સામેની હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે ઓક્ટોબર સુધીનો સમય લાગી શકે છે. આવું SBI ઈકોરેપની એક રિપોર્ટમાં સામે આવ્યું છે. રિપોર્ટ લખવામાં આવ્યો ત્યાં સુધી દેશમાં કોરોનાની લગભગ 16.50 કરોડ વેક્સિન આપવામાં આવી હતી, જેમાંથી લગભગ 13.10 કરોડ લોકોએ કોરોનાનો પહેલો ડોઝ લઈ લીધો હતો. જ્યારે 3.15 કરોડ લોકોએ કોરોનાના બંને ડોઝ લઈ લીધા હતા.
આ પણ વાંચોઃ બાઈડને ઇઝરાયલી વડાપ્રધાન સાથે કોલ કરીને યુદ્ધવિરામ માટે સમર્થન વ્યક્ત કર્યું
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દરરોજ 55 લાખ લોકોને વેક્સિન આપી શકીશું તો જ હર્ડ ઈમ્યુનિટી ઝડપથી બનશે
આ હિસાબથી કોરોનાના બંને ડોઝ લેનારા લોકો લગભગ 19.5 ટકા છે. જ્યારે એપ્રિલમાં પ્રતિદિવસ 28 લાખ ડોઝની સરેરાશ મેમાં ઘટીને 17 લાખ થઈ હતી. SBIના સમુહ મુખ્ય આર્થિક સલાહકાર ડો. સૌમ્ય કાન્તિ ઘોષ દ્વારા લખવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રવૃત્તિને જોતા ભારત ઓક્ટોબર 2021 સુધી દેશની કુલ વસતીના 15 ટકા લોકોને કોરોનાની વેક્સિન લગાવવામાં સફળ થશે (જોકે, અન્ય દેશના વલણને જોતા હર્ડ ઈમ્યુનિટી માટે આવશ્યક છે), પરંતુ આ ત્યારે જ થઈ શકશે કે જ્યારે આપણે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં 55 લાખ લોકોને રોજ વેક્સિન આપી શકીશું.
આ પણ વાંચોઃ રાજકોટમાં ઈમ્યુનિટી બૂસ્ટર મીઠાઈ કરતા રેગ્યુલર મીઠાઈનો ક્રેઝ વધુ જોવા મળ્યો
અત્યારે કોવિડ સંકટ સામે લડવા વેક્સિન જ શસ્ત્ર
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી માત્ર વેક્સિનેશનને જ કોવિડ સંકટને રોકવા માટેનું એક શસ્ત્ર માનવામાં આવી રહ્યું છે અને સંશોધનકર્તાઓએ જાણ્યું છે કે, દરેક રાજ્યને મળનારી વેક્સિનની સંખ્યા રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના લોકો, કુલ મૃત્યુ, કોરોનાના કેસ સહિત અનેક બિન્દુઓ પર નિર્ભર છે.