નવી દિલ્હી: સરકારે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ પર એક્સાઈઝ ડ્યુટી વધારી છે. જેમાં પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આ એક્સાઈઝ ડ્યુટીના દરમાં ફેરફાર 6 મે, 2020થી અમલમાં આવશે.
ગત મહિને બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઈલ બેરલ દીઠ 18.10 યુએસ ડોલરની નીચી સપાટીએ આવી ગયું. આ 1999 પછીનો સૌથી નીચો ભાવ છે. ક્રૂડ ઓઈલની કિંમત આશરે 28 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.
કોરોના વાઈરસના કારણે ક્રૂડ ઓઈલની માંગમાં મોટો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક ક્રૂડ ઓઈલના ઘટાડા બાદ એક્સાઈઝ ડ્યુટીમાં થયેલા આ વધારાથી ભાવ ઘટાડાનો લાભ છીનવાઈ ગયો છે.