ETV Bharat / business

દેશમાં મોટું આર્થિક સંકટ, સરકાર પોતાની ભૂૂલો સ્વીકારતી નથી: ચિદમ્બરમ - ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર

રાજ્યસભામાં 2020-21 માટે કેન્દ્રીય બજેટ પર ચર્ચાની શરૂઆતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે કહ્યું કે, દેશમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં કોઈ કેમ રોકાણ કરે. નોટબંધીને મોટી ભૂલ ગણાવી ચિદમ્બરમે કહ્યું કે, સરકાર નોટબંધીની ભૂલો સ્વીકારવાનો ઇનકાર કરી રહી છે.

ETV BHARAT
વધતી બેકારી અને વપરાશમાં ઘટાડો એટલે આર્થિક સંકટ: ચિદમ્બરમ
author img

By

Published : Feb 11, 2020, 9:35 AM IST

નવી દિલ્હી: છ વર્ષ સુધી અર્થતંત્રનું સંચાલન કરવા છતાં નબળાઈઓ માટે પૂર્વ UPA સરકારને તમામ વસ્તુ માટે કારણભૂત જણાવવા માટે ભાજપના નેતૃત્વવાળી NDA સરકાર પર આરોપ લગાવી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે સોમવારે દાવો કર્યો કે, વધતી બેકારી અને વપરાશમાં ઘટાડાએ આર્થિક સંકટને વધાર્યું છે. ઉતાવળમાં, કોઈપણ જાતની તૈયારી વિના GSTનો અમલ એ બીજી મોટી ભૂલ હતી. જેના કારણે આજે અર્થતંત્ર બર્બાદ થઇ ગયું છે.

પૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, મેં નાણાં પ્રધાનનું આખું બજેટ ભાષણ સાંભળ્યું હતું, જે 116 મિનિટ જેટલું લાંબુ હતું. સમગ્ર ભાષણ દરમિયાન એમણે એક પણ વખત સારા દિવસો આવશે એવો ઉલ્લેખ કર્યો નથી, જેની ખુશી છે. આમ, ખોટા વાયદા ભૂલાયા એ સારૂ છે. ચિદમ્બરમે કહ્યું કે, સરકાર સ્વીકારતી નથી, પરંતુ સત્ય એ છે કે અર્થતંત્રની સ્થિતિ બહુ ખરાબ છે. છેલ્લા 6 ત્રિમાસીકગાળામાં આર્થિક વૃદ્ધિના દરમાં ઘટાડો થયો છે. અગાઉ આવું ક્યારેય થયું નથી. બેકારીમાં વધારો થઇ રહ્યો છે અને વપરાશમાં ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે દેશની સામે આર્થિક સંકટ વધી રહ્યું છે.

તેમણે કહ્યું કે, 'સરકાર માને છે કે સમસ્યા ક્ષણિક છે, પરંતુ આર્થિક સલાહકારોનું માનવું છે કે, માળખાકીય સમસ્યા વધુ છે. બન્ને પરિસ્થિતિમાં સમાધાન અલગ-અલગ હશે, પરંતુ પૂર્વનિર્ધારિત માનસિકતાને લીધે, તમે સ્વીકારશો નહીં કે આર્થિક સ્થિતિ વધુ ખરાબ છે. આર્થિક સર્વે એ સરકારની આર્થિક વિચારસરણીનું પ્રતિબિંબ છે, પરંતુ દુર્ભાગ્યવશ બજેટ પણ આર્થિક સર્વેનો ઉલ્લેખ કરતું નથી. એવું હોવું જોઈએ કે બજેટમાં આર્થિક સર્વે અંગેના સારા અભિપ્રાયો લેવામાં આવે અને તેની ચર્ચા કરવામાં આવે.

તેમણે કહ્યું કે, અત્યાર સુધી મોદી સરકારનું વલણ રહ્યું કે, દરેક વસ્તુ માટે અગાઉની યુપીએ સરકારને દોષી ઠેરવે છે. જો આવું જ હોત, તો મનમોહન સિંહ સરકારે અટલ બિહારી વાજપેયી સરકાર અને વાજપેયી સરકારે પીવી નરસિંહ રાવ સરકાર પર દરેક સમસ્યાનો દોષ મૂકવો જોઈએ. મોદી સરકાર 6 વર્ષથી અર્થતંત્રનું સંચાલન કરી રહી છે અને હવે તેમણે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.