ન્યૂઝ ડેસ્ક: નાણાં પ્રધાન નિર્મલા સિતારમન (Finance Minister Nirmala Sitharaman) આજે સંસદના બંને સત્રોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પછી 2022-23 માટેનું આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. બજેટથી એક દિવસ અગાઉ મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ(Economic Survey 2022) ને રજૂ કરવામાં આવશે. આવો જાણીએ આ આર્થિક સર્વેક્ષણનું શું મહત્વ છે?
આર્થિક સર્વેક્ષણ એટલે શું ?
આર્થિક સર્વેક્ષણમાં ગત વર્ષની અર્થ વ્યવસ્થા પર એક વિસ્તૃત રિપોર્ટનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા પ્રશ્નો અને તેના ઉકેલનો ઉલ્લેખ કરવામાં આવે છે. આર્થિક વિભાગના મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શનમાં આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે.
આ પણ વાંચો: Union Budget 2022: કોરોના પહેલા અને કોરોના પછી, શું ખરેખર આરોગ્ય બજેટમાં તફાવત છે?
શું છે આર્થિક સર્વેક્ષણનું મહત્વ ?
આર્થિક સર્વેક્ષણનું મહત્વ એ છે કે તે દેશની આર્થિક સ્થિતિ દર્શાવે છે. આર્થિક સર્વેક્ષણ પૈસા ક્યાંથી આવશે, મૂળભૂત વ્યવસ્થાઓ, કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન, રોજગાર, કિંમતો, આયાત, નિકાસ, વિદેશી ભંડોળ જેવા વિષયો પર પ્રકાશ પાડે છે. આ દસ્તાવેજ સરકારનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે અર્થવ્યવસ્થાની મુખ્ય ચિંતાઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કરે છે. આર્થિક સર્વેક્ષણ કેન્દ્રીય બજેટને એક નીતિગત દ્રષ્ટ્રિકોણ આપે છે.
આર્થિક સર્વેક્ષણ રજૂ કરવું છે જરૂરી ?
સરકાર આ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવા માટે પણ બંધાયેલી નથી. આર્થિક સર્વેક્ષણ એટલા માટે રજૂ કરવામાં આવે છે કેમકે તે એક જરૂરી દસ્તાવેજ છે. આ ઉપરાંત એ જરૂરી નથી કે સરકાર આ દસ્તાવેજ રજૂ રકરવા માટે સંવિધાનિક રીતે બંધાયેલી છે. આ સરકાર સંપૂર્ણ રીતે પર આધાર રાખે. તેઓ આ દસ્તાવેજમાં સૂચિબદ્ધ સલાહને સ્વિકારે છે કે અસ્વિકાર કરે છે ત સરકાર પર આધાપર રાખે છે.
બે ભાગમાં વહેંચાયેલું છે આર્થિક સર્વેક્ષણ
વર્ષ 2015 બાદ આર્થિક સર્વેક્ષણ બે ભાગનાં વહેંચવામાં આવ્યા છે. પહેલા ભાગમાં અર્થવ્યવસ્થા અંગે વાત કરવામાં આવે છે. જે બજેટના એક દિવસ પહેલા કરવામાં આવે છે. તો બીજા ભાગમાં મહત્વપૂરણ આંકડા રજૂ કરવામાં આવે છે. આ આર્થિક સર્વેક્ષણ સંજીવ સાન્યાલએ તૈયાર કર્યું છે કેમકે નવા મુખ્ય સલાહકાર વી અનંત નાગેશ્વરનને 28 જાન્યુઆરીએ જ નિયુક્ત કરવામાં આવ્યા છે.