નવી દિલ્હી: એશિયન ડેવલોપમેન્ટ બેંક (ADB) એ ગુરુવારે કહ્યું કે દેશના વર્તમાન નાણાકીય વર્ષમાં ચાર ટકા ઘટાડો થવાનો અંદાજ છે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે દેશના અર્થતંત્રને ખરાબ અસર થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ 19નો આંચકો એવા સમયે લાગ્યો છે. જ્યારે નાણાકીય ક્ષેત્ર પર દબાણના લીધે ભારતીય અર્થવ્યવસ્થામાં પહેલાં કરતાં સુસ્તી છે. આ મહામારી પર અંકુશ માટે સરકારે દેશવ્યાપી બંધી લાગૂ કરી છે.
આ બહુપક્ષીય નાણાકીય સંસ્થાએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, કોરોના વાઇરસના ચેપને રોકવા માટે અપનાવવામાં આવેલા પગલાથી આર્થિક પ્રવૃત્તિને નુકસાન થયું છે જેથી નિર્યાત માગને નબળી પડી શકે છે. તેમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે,કોવિડ-19 મહામારીએ દેશના વૃદ્ધિ પરિદ્વશ્યને નબળું કર્યું છે. તેના અન્ય મુખ્ય કારણ સરકરા પર ભારે લોનના લીધે ઘણા પડકારો પણ પેદા થયા છે.
અહેવાલમાં જણાવાયું છે કે, હોંગકોંગ, રિપબ્લિક કોરિયા, સિંગાપોર અને તાઈપેઈ જેવા નવા ઔદ્યોગિક અર્થતંત્રને બાદ કરતા 'વિકાસશીલ એશિયા'ના ચાલુ વર્ષમાં 0.4 ટકા અને 2021 માં 6.6 ટકાના દરે વિકાસ થવાનો અંદાજ છે.
દેશમાં કોરોના વાઇરસને રોકવા માટે 25 માર્ચથી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું. તેને ઘણીવાર વધારીને 30 જૂન સુધી વધારી દેવામાં આવ્યું છે. જો કે ચાર મહિનાથી લોકડાઉનના નિયમોમાં ઘણી રાહતો આપવામાં આવી છે. પરંતુ દેશમાં હાલ કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.
વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં ઘટાડો જોવા મળી શકે છે. આવું છેલ્લા ચાર દાયકામાં પ્રથમવાર હશે જ્યારે કોરોના વાઇરસની મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનના લીધે વપરાશમાં ઘટાડો અને વેપારી પ્રવૃત્તિઓ અટકી જવાના પડકારોનો સામનો કરી રહેલી સ્થાનિક અર્થવ્યવસ્થાના વિકાસદરમાં ઘટાડો જોવા મળશે.
કોરોના વાઇરસના સંકટ પહેલા જ ભારતના આર્થિક વિકાસદરની ગતિ ધીમી પડી ગઇ હતી અને તે છેલ્લા છ વર્ષની સૌથી નીચી સપાટીએ ઉતરી ગઇ હતી. સરકાર દ્વારા આર્થિક પ્રોત્સાહન પેકેજમાં લેવાયેલા પગલાં અપેક્ષાઓને સંતોષી શક્યા નથી, અર્થવ્યવસ્થાની સમસ્યા તેના કરતા ઘણી વ્યાપક અને ગંભીર છે.
રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે,કોવિડ -19 એ દક્ષિણ એશિયા પર ખરાબ અસર કરી છે. વર્ષ 2020 માં તે ત્રણ ટકા સાંકડી હોવાનો અંદાજ હતો. જ્યારે એપ્રિલમાં આ ક્ષેત્રમાં 4.1 ટકા થવાનો અંદાજ છે.સરકારની મોટાભાગની યોજનાઓ લોન ગેરંટી કે પ્રભાવિત ક્ષેત્રોની રોકડ ચિંતાને દૂર કરવા સંબંધિત છે. તેણે કહ્યું કે, પ્રત્યક્ષ રીતે નાણાં ખર્ચનું પ્રમાણ અમારી અપેક્ષા કરતા ઘણું ઓછું છે અને તેનાથી વિકાસને વધારે વેગ મળવાની સંભાવના પણ ઓછી છે.