નવી દિલ્હી : સરકારે વર્ષ 2018-19 ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની અવધીમાં એક મહીનાનો વધારો કર્યો છે. સત્તાવાર રીતે નાણાકીય વર્ષ માટે 31 જૂલાઇ 2020 રિટર્ન ભરી શકાય છે. ઇન્કમ ટેક્સ વિભાગ રિટર્નની અવધી પહેલા પણ 30 નવેમ્બર 2020 સુધી લંબાવી છે.
મહત્વનું છે કે CBDTએ બુધવારે જ આધારને પાનકાર્ડ સાથે જોડવાની અવધી પણ 31 માર્ચ કરી છે. વર્ષ 2019-20 ટેક્સમાં છૂટ મેળવવા પણ ઇન્વેસ્ટમેન્ટની સમય મર્યાદા વધારીને 31 જૂલાઇ 2020 કરી છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે મહત્વોનો નિર્ણય લેતા એડવાન્સ ટેક્સની ચુકવણીની અવધીમાં પણ વધારો કર્યો છે. જેને 30 જૂન 2020 સુધી લંબાવાઇ છે.
ક્રિષ્નાનંદ ત્રિપાઠી