સરકારને પ્રત્યક્ષ ટેક્સમાં અત્યાર સુધી 6 લાખ કરોડ રૂપિયોનો ફાયદો થયો છે. આ નફો વાર્ષિક 13.5 લાખ કરોડ રૂપિયાના લક્ષ્યથી 50 ટકા ઓછો છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના ચેરમેન પી. સી. મોદીએ પ્રગતિ મેદાનમાં લાઉન્જના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું કે, વર્ષની શરૂઆતમાં આપણે 13.35 લાખ કરોડ રૂપિયાનો સંગ્રહનું લક્ષ્ય રાખ્યું હતું, જેમાં અત્યાર સુધી 6 લાખ કરોડ રૂપિયા એકત્રિત થયા છે. CBDTના પ્રમુખે કહ્યું કે અમારૂ કરદાતાઓને સારી સેવલા આપવા પર ધ્યાન છે. જેના માટે કરતાતાઓની સેવાઓ પર વિશેષ રૂપે ધ્યાન રાખવા માટે બૉર્ડમાં એક સદસ્યની નિમણૂંક કરાઈ છે.
આવકવેરા વિભાગે કરદાતાઓ અને આકલન અધિકારી વચ્ચેનો સંઘર્ષ બંધ કરાવવા ઈ-આકલન યોજના શરૂ થઈ છે. અર્થવ્યવસ્થામાં મુશ્કેલીઓની વચ્ચે સરકાર પર નિર્ધારીત લક્ષ્ય મેળવવાનું દબાણ વધ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષની પહેલા ત્રણમાસમાં આર્થિક વૃદ્ધિનો દર 5 ટકા રહ્યો, જે 6 વર્ષનો ઓછમાં ઓછો છે.