નવી દિલ્હી: જૂની કારની લે વેચને લઇ કાર 24 એ ગ્રાહકો માટે એક ઋણ યોજના રજૂ કરી છે. કંપનીએ આજે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે તે હેઠળ એવા લોકો જે કોરોનાના સંકટ સમયમાં આર્થિક રીતે સામનો કરી રહ્યો હોય અને તુરંત પોતાની કારને વેંચવા ન ઇચ્છે, કંપની તેની કાર પર તેને લોન આપશે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે એક સર્વેક્ષણ હાથ ધરતા તેમાં લોકો કોરોના સંકટના પગલે ગુજરાત ચલાવવા માટે પોતાની કાર વહેંચી રહ્યાં છે. કોરોના સંકટના સમયે આવા લોકોની સંખ્યા ડબલ થઇ ગઇ છે. જેથી કંપની એવા લોકોને લોન આપશે જે હજુ કાર વહેંચવા માગતા ન હોય.
કાર 24 એ કહ્યું,' આ યોજનાથી વાહન માલિકને પોતાની કાર પર માલિકનો હકને જાળવી રાખવા અને અંગત જીવન જરૂરી જરૂરીયાતોને પુરી કરવા મદદ મળશે. હાલમાં આ સેવા દિલ્હી NCRમાં શરૂ કરવામાં આવી છે, પરંતુ કંપનીનું કહેવુ છે કે આગામી મહીના સુધી બેંગ્લોર અને હૈદરાબાદના ગ્રાહકો માટે પણ આ સેવા શરૂ કરવામાં આવશે.