નવી દિલ્હી: યસ બેંકમાં SBIએ દાખવેલા રસને કેન્દ્રએ મંજૂરી આપી દીધી છે. આ સાથે જ કોઈ જ ખાતેદારને નુકસાન નહીં થાય તેનો વિશ્વાસ સરકારે આપ્યો છે. સરકારના નિર્ણયને કારણે યસ બેંકના શેરમાં વધારો થઈ શકે છે.
સંકટમાં ફસાયેલી યસ બેંકને બચાવવા માટે SBIએ જે પ્લાન તૈયાર કર્યો છે તે હેઠળ 12,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એટલું જ નહીં ભારતીય સ્ટેટ બેંકે RBIએ જે પ્રસ્તાવ મોકલ્યો છે તે પ્રાઇવેટ સેક્ટરમાં બેંકો સિવાયના કારોબારી રાધાકિશન દમાની, રાકેશ ઝુનઝુનવાલા અને અજીમ પ્રેમજી ટ્રસ્ટ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે.નાણાપ્રધાન નિર્મલા સીતારામને એમ પણ કહ્યું હતું કે મૂડી આવશ્યકતાઓને તાત્કાલિક અને પછીના સમયમાં વધારવા માટે અધિકૃત મૂડી 1100 કરોડ રૂપિયાથી વધારીને 6200 કરોડ કરવામાં આવી છે.
નાણાપ્રધાને કહ્યું કે, યસ બેંકની પુનર્ગઠન યોજનાને સૂચિત કર્યાના 3 દિવસની અંદર હાલના નિયંત્રણો દૂર કરવામાં આવશે. એક નવું બોર્ડ બનાવવામાં આવશે જેમાં એસબીઆઈના ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હશે, જે સૂચના બહાર પાડ્યાના 7 દિવસની અંદર ચાર્જ સંભાળશે.