સરકારે ખાનગીકરણની દિશામાં મોટું પગલું ભર્યુ છે. કેન્દ્રીય મંત્રીમંડળે પેટ્રોલિયમ ક્ષેત્રની પ્રમુખ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.(BPCL) Bharat Petroleum Corporation Ltd પરિવહન કંપની ભારતીય જહાજરાની નિગમ (SCI) અને કંટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કોનકરમાં સરકારી ભાગ વહેચવાની મંજુરી આપી છે.સાથે સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓમાં ભાગને 51 ટકા નીચે લાવવાની મંજુરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ મોદીની અધ્યક્ષતામાં બુધવાર રાત્રે પ્રધાનમંડળની આર્થિક મામલની સમિતિ (CCEA)ની બેઠક બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, સાર્વજનિક ક્ષેત્રે દેશની સૌથી મોટી બીજી રિફાઈનરી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમીટેડથી નુમાલીગઢ રિફાઈનરીને અલગ કરવામાં આવશે. ત્યારબાદ મેનેજમેન્ટ નિયંત્રણ સાથે (BPCL)માં સરકારની 53.29 ટકા ભાગ વેહચવાની પરવાનગી આપવામાં આવી છે.
પ્રધાને કહ્યુ કે, આ સિવાય નોર્થ ઇલેક્ટ્રિક પાવર કૉરપોરેશન ઓફ લિમીટેડ (NEEPCO)માં સરાકારનો ભાગ સાર્વજનિક ક્ષેત્રે National Thermal Power Corporation Limited (NTPC) ને વહેચવામાં આવ્યો છે. સરકારે આ સાથે ઈન્ડિયન ઓયલ કૉરપોરેશન જેવા સાર્વજનિક ઉપક્રમમાં તોમનો ભાગ 51 ટકાથી નીચે લાવવાની મંજુરી આપી છે.
જેમાં 25.9 ટકા ભાગ સાર્વજનિક ક્ષેત્રે (LIC) પાસે અને ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડ પાસે છે.સરકાર 26.4 ટકા ભાગ અંદાજે 33,000 કોરડ રુપિયામાંમ વહેચી શકે છે. સીતારમણે કહ્યું કે, નુમાલીગઢ રિફાઈનરીને સાર્વજનિક ક્ષેત્ર પેટ્રોલિયમ કંપનીનો આપવામાં આવશે. પૂર્વોતરમાં નિજીકરણ લઈ ચિંતા દુર કરતા આ પગલું ભરવામાં આવ્યું છે.