નવી દિલ્હી: બેન્ક ઑફ બરોડાએ રિટેલ, ખાનગી અને MSME ઉદ્યોગ પર લોન માટેના વ્યાજના દરમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ આ લોનના વ્યાજ દર 7.25 ટકા પર આવી ગયા છે, આ નવા વ્યાજદર જે 28 માર્ચથી જ અમલી થઇ ગયા છે.
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં જ રેપો રેટને 5.15 ટકાથી ઘટાડીને 4.40 ટકા કર્યા બાદ બેન્ક ઑફ બરોડાએ (BOB) તેના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.
પહેલાથી ચાલી રહેલી લોન પરના વ્યાજના દર પર માસિક અંતરાલ એટલે કે મન્થલી ઇન્ટરવલ પછી વ્યાજ દરમાં ફેરફાર સમયે ઇન્ટરેસ્ટ રેટcાં ઘટાડો કરવામાં આવશે. અગાઉ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા અને બેન્ ઑફ ઇન્ડિયાએ પણ તેમના લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.