મુંબઈ: 31 માર્ચ, 2020ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં બેંકની ક્રેડિટ વૃદ્ધિ ઘટીને પાંચ દાયકાની નીચી સપાટીએ 6.14 ટકા રહી છે, જે અર્થઘટન, નીચી માંગ અને બેંકોમાં જોખમ ઘટાડવા અંગે RBIના આંકડા દર્શાવે છે.
માર્ચ 1962માં નાણાંકીય વર્ષ બાદ 2020માં બેંક એડવાન્સિસ વૃદ્ધિ સૌથી ધીમી રહી હતી, જ્યારે લોનમાં 5.38 ટકાનો વધારો થયો હતો. રિઝર્વ બેંકના આંકડા મુજબ, 27 માર્ચ, 2020ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, 29 માર્ચ, 2019ના રોજ રૂ. 97.71 લાખ કરોડની સરખામણીએ એડવાન્સિસ રૂ. 103.71 લાખ કરોડ થઈ છે.
ફિચ રેટિંગ્સના ડિરેક્ટર (નાણાંકીય સંસ્થાઓ) સાસ્વત ગુહાએ જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન અર્થવ્યવસ્થા નબળી હતી, જેના લીધે મંદીની માંગ જોવા મળી હતી. આ સાથે જ બેંકોમાં જોખમની તીવ્રતા જોવા મળી હતી. ઓક્ટોબર-ડિસેમ્બર 2019માં દેશની આર્થિક વૃદ્ધિ ધીમી સાત વર્ષની નીચી સપાટીએ 4.7 ટકાની સરખામણીએ બીજા ક્વાર્ટરમાં 5.1 ટકા અને ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 5.6 ટકાની તુલનામાં ધીમી રહી છે.
સાસ્વત ગુહાએ કહ્યું કે, જૂન ક્વાર્ટરના આંકડા પર નજર રાખવી પડશે, જ્યારે અર્થતંત્ર પર કોવિડ-19નો પ્રભાવ જોવા મળશે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા નાણાંકીય નીતિના અહેવાલમાં, RBIએ કહ્યું હતું કે કોરોના વાઈરસને કારણે થયેલા અવરોધોને લીધે ક્રેડિટ ગ્રોથ સાધારણ રહેવાની સંભાવના છે, જે નબળી માંગ અને જોખમની તસવીર દર્શાવે છે.
RBIના આંકડા મુજબ
- નાણાકીય વર્ષ 2020 દરમિયાન બેન્કની થાપણો રૂ. 125.73 લાખ કરોડની તુલનામાં 7.93 ટકા વધીને રૂ. 135.71 લાખ કરોડ થઈ છે.
- નાણાકીય વર્ષ 2018 પછી થાપણોમાં વૃદ્ધિ ધીમી રહી હતી, જ્યારે તેમાં 6.21 ટકાનો વધારો થયો હતો.
- નાણાકીય વર્ષ 2019 માં ક્રેડિટ ઓફટેક 13.29 ટકા હતો, જ્યારે થાપણોમાં 10.04 ટકાનો વધારો થયો હતો.