ETV Bharat / business

વિશેષ લેખ: એક જવાબદાર બજેટ, પરંતુ તે તાત્કાલિક સુસ્તી હટાવી નહીં શકે - quickly-reverse-the-slowdown

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સ્વીકારવું જોઈએ કે, ભારતીય અર્થતંત્ર કટોકટીમાં છે અને પછી સમજાવવું જોઈએ કે તેઓ તેમાંથી આપણને બહાર કાઢવાનું આયોજન શું કરી રહ્યાં છે.

budget
એક જવાબદાર બજેટ, પરંતુ તે તાત્કાલિક સુસ્તી હટાવી નહીં શકે
author img

By

Published : Feb 10, 2020, 9:25 PM IST

આપણા જેવી આર્થિક સુસ્તીમાંથી ઉગરવાના માત્ર બે જ રસ્તા છે. એક ઉપભોગ દ્વારા, બીજું, મૂડીરોકાણ દ્વારા. આ બજેટએ બીજો રસ્તો અપનાવ્યો છે અને મારા મતે, તે સાચો રસ્તો છે.

પ્રથમ રસ્તો ઉપભોગનો છે જે લોકોના હાથમાં બૅન્ક હસ્તાંતરણ દ્વારા નાણાં મૂકે છે. તેઓ નાણાં ખર્ચશે, માલસામાન ખરીદશે અને વધેલી માગણીના કારણે કારખાનાંઓ ચાલવા લાગશે જેના કારણે વધુ નોકરીઓ સર્જાશે, વધુ ખર્ચ થશે અને સદચક્ર અર્થતંત્રમાં વૃદ્ધિને પુનઃસ્થાપિત કરશે.

બીજો રસ્તો મૂડીરોકાણનો છે; મૂડીરોકાણ નોકરીઓ લાવે છે; નોકરીઓ લોકોના હાથમાં નાણાં મૂકે છે; તેઓ તે ખર્ચે છે અને માલસામાન ખરીદે છે; કારખાનાંઓ ચાલવા લાગે છે, જેનાથી વધુ નોકરીઓ પેદા થાય છે અને આ રીતે આ જ સદચક્ર આપણને સુસ્તીમાંથી બહાર કાઢે છે. હું બીજો રસ્તો પસંદ કરું છું કારણકે તે અસ્ક્યામતો સર્જે છે. આ બજેટ રસ્તાઓ, જળમાર્ગો, પીવાના પાણીની પાઇપલાઇનો, ગૃહનિર્માણ, હૉસ્પિટલો વગેરેમાં- એ રીતે આંતરમાળખામાં કુલ રૂ. ૧૦૩ લાખ કરોડના મૂડીરોકાણનું વચન આપે છે.

એક તક વેડફાઈ ગઈ

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જો એવું સ્વીકાર્યું હોત કે અર્થતંત્ર કટોકટીમાં છે અને પછી સમજાવ્યું હોત કે તેમાંથી આપણને બહાર કાઢવાનું તેમણે શું આયોજન કર્યું છે તો તેમણે પોતાની જ તરફેણ કરી હોત. તેમણે બજેટમાં અનેક નોકરી સર્જક પહેલો જાહેર કરી છે અને તેમણે જો આ પહેલોના લીધે કેટલી સીધી અને કેટલી આડકતરી નોકરીઓ સર્જાશે તેની કાચી ગણતરી આપી હોત તો આપણું મનોબળ મજબૂત થયું હોત.

જોકે, સુધારા જાહેર કરવાનો બજેટ એક માત્ર પ્રસંગ નથી હોતો, પણ સીતારમણે મહાન તક વેડફી નાખી છે. જ્યારે કટોકટી હોય છે ત્યારે ખાસ સુધારાઓ હાથ ધરાય છે- જનતા પણ સુધારાના લીધે જે ટૂંકા ગાળાની તકલીફો વેઠવી પડે છે તેને સ્વીકારી લે છે. દા.ત. તેમણે આપણને મોટા કૃષિ સુધારાની યાદ અપાવી જેનાથી ઉત્પાદકતા નાટકીય રીતે વધશે- કરાર આધારિત ખેતી વિરુદ્ધ ખેડૂતની જમીનનું લાંબા ગાળાનું લીઝિંગ. કેન્દ્ર થોડા વખતથી તેની તરફેણ કરતું આવ્યું છે, પરંતુ રાજ્યો તેનો પ્રતિસાદ આપવામાં ધીમા રહ્યા છે. આ મહત્ત્વનો સુધારો વાસ્તવિકતા બને તે માટે કેન્દ્ર કોઈ લાકડી પર ગાજર લટકાવશે તેવું સાંભળવા આપણે રાહ જોઈ રહ્યા હતા. જો તેમણે ભાજપ જેમાં માને છે તેવા, જેમ કે જમીન અને શ્રમ સુધારા જેવા જાણીતા થોડા વધુ સુધારા જાહેર કર્યા હોત તો દેશ રોમાંચિત થઈ ગયો હોત.

મને સૌથી મોટી નિરાશા

બજેટમાંથી મને સૌથી મોટી નિરાશા એ છે કે તેણે સુરક્ષાવાદ અને નિષ્ફળ ગયેલા આયાતના વિકલ્પના ખોટા વિચારમાંથી પાછા હટવાની જાહેરાત ન કરી. આર્થિક સર્વેક્ષણે નિકાસ નીત બજેટ વિશે મહાન અપેક્ષાઓ સર્જી હતી. તેણે ભારત વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલામાં જોડાય તેના અગત્ય માટે ખૂબ જ દલીલ કરી અને એમ પણ સૂચવ્યું કે ‘મેક ઇન ઇન્ડિયા’નું નામ બદલીને ‘એસેમ્બલ ઇન ઇન્ડિયા’ (હકીકતે, ‘મેક ઇન ઇન્ડિયા ફૉર વર્લ્ડ’) કરાવું જોઈએ. આવા ધક્કા માટે આ યોગ્ય સમય છે કારણકે ચીનની સમસ્યાઓને જોતાં, વૈશ્વિક શ્રૃંખલાઓ પુનઃસ્થાપિત થઈ રહી છે. લોકોએ આશા રાખી હતી કે આ બજેટમાં સીમા શુલ્ક ઘટશે; પરંતુ તેના બદલે કેટલીક ચીજો પર તે શુલ્કમાં વધારો કરાયો. યાદ રાખો, ઇતિહાસમાં કોઈ દેશ તેના સ્વદેશી બજાર પર આધાર રાખીને સમૃદ્ધ બન્યો તેવું નથી નોંધાયું. નિકાસ આ સરકારની સૌથી મોટી આર્થિક નિષ્ફળતા હોઈ શકે અને આના માટે આંશિક રીતે નોકરી સૃજનમાં તેનો ખરાબ દેખાવ જવાબદાર છે. વિયેતનામ, જેની નિકાસ છેલ્લાં સાત વર્ષમાં ૩૦૦ ટકા વધી તેની સરખામણીમાં ભારતની નિકાસ સુસ્ત રહી છે.

આમ છતાં વાસ્તવવાદી બજેટ

બજેટ ૨૦૨૦ ઝડપી ફરી બેઠા થવામાં ઉદ્દીપકની ભૂમિકા નહીં ભજવે. જોકે તે ડહાપણભરી અને વાસ્તવવાદી બજેટ છે. મોટું ઉત્તેજન આપવા ભાગ્યે જ કોઈ નાણાકીય જગ્યા હતી. નાણા પ્રધાને જોખમ નહીં ઉઠાવીને સમજદારી દાખવી છે- ૨૦૦૮ની વૈશ્વિક આર્થિક કટોકટી પછી આપણે જે પ્રકારનાં જોખમો ઉઠાવ્યાં, જેની તે પછી ઘણી ખરાબ અસરો થઈ. એકંદરે, નાણા પ્રધાન ખર્ચને કાબૂમાં રાખવા અને અવાસ્તવિક (નૉમિનલ) જીડીપીમાં મધ્યમ ૧૦ ટકાનો વધારો અંદાજવામાં ડાહ્યાં રહ્યાં.

સમાપન વખતે, આ બજેટના થોડા અંશો મને નોંધવા દો જે મારા અંગત પસંદગીના છે: ૧) ગટરની હાથ વડે સફાઈ નહીં થાય તે સુનિશ્ચિત કરવા કટિબદ્ધતા; ૨) જેના લીધે સરકારે વેપારી વર્ગનો વિશ્વાસ ગુમાવ્યો છે તે અનેક નાગરિક ગુનાઓનું અપરાધીકરણ દૂર કરવા કંપનીઝ ઍક્ટમાં સુધારો; અને ૩) કરદાતાનું ઘોષણાપત્ર જે રાજ્ય/સરકારને કરદાતાને સતાવવા નહીં તેનું કાનૂની રીતે વચન આપે છે. જો મોદી સરકાર આ બધું પૂર્ણ કરી શકશે તો તે કોઈ નાનો વિજય નહીં હોય.

ગુરચરણ દાસ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.