હૈદરાબાદઃ કોરોના વાઇરસના કારણે થયેલા લોકડાઉન દરમિયાન ભારતમાં દારૂની માગમાં ઘણો વધારો થયો છે. રોયટર્સના અહેવાલ મુજબ ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો હવે ઘર સુધી દારૂ પહોંચાડવા જઇ રહી છે.
આ અગાઉ ઝોમેટોએ લોકડાઉન દરમિયાન જરૂરી સામાન પહોંચાડવા માટે દેશના વિવિધ ભાગમાં કરિયાણાની ડિલીવરી શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાયલે સોમવારે થોડા પ્રતિબંધો સાથે દારૂના ક્ષેત્રને ત્રણ ભાગમાં ખોલવાની પરવાનગી આપી છે.
દેશના મોટા ભાગના રાજ્યોમાંથી અંદાજે 2.5 કરોડ મહેસૂલ માત્ર દારૂના વેચાણથી પ્રાપ્ત થાય છે. મોટા ભાગના રાજ્યોમાં કુલ મહેસૂલમાં 15થી 30 ટકા ભાગ દારૂનો છે.