વોશિંગ્ટન: ચીનની ટેલિકોમ ટેક્નોલોજી કંપની Huawei વિરુદ્ધ યુ.એસ. દ્વારા તાજેતરમાં કરાયેલી કાર્યવાહીમાં ભારતની તેની પેટાકંપની એકમ પણ આવી ગઇ છે. અમેરિકાએ Huawei પરનો પ્રતિબંધ વધાર્યો છે કે જેથી તે અમેરિકા સાથે વ્યવસાય ન કરી શકે.
ટ્રમ્પ સરકારનું માનવું છે કે ચીનનું નેતૃત્વ 5 G ટેક્નોલોજીના ક્ષેત્રમાં પોતાની સિદ્ધિઓ માટે જાણીતી આ કંપનીનો ઉપયોગ વ્યૂહાત્મક ઉદ્દેશો માટે કરી રહી છે.
યુએસ ફેડરલ રજિસ્ટરમાં મંગળવારે જારી કરાયેલા એક જાહેરનામામાં Huawei અને તેની સહાયક કંપનીઓને પ્રતિબંધિત સૂચિમાં મૂકવામાં આવી છે.
અમેરિકન વહીવટીતંત્રે કહ્યું છે કે આ એકમોની પ્રવૃત્તિઓ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને તેની વિદેશ નીતિ માટે મોટો ખતરો છે. આ કંપનીઓની યાદીમાં Huawei ટેક્નોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું પણ નામ છે.
યુએસ વિદેશ વિભાગે ગયા અઠવાડિયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, " Huawei એક અવિશ્વાસનીય ઉત્પાદન કંપની છે. તે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનું એક શસ્ત્ર છે અને તેના સંકેત પર ચાલે છે." ટ્રમ્પ પ્રશાસનનું કહેવું Huawei સાથે સુરક્ષા જોખમો સંકળાયેલા છે, જેથી કંપનીને મનાઇ કરી છે.