મુંબઇ: અબજોપતિ બેન્કર ઉદય કોટક કોટક મહિન્દ્રા બેન્કમાં તેની 2.8 ટકા હિસ્સો ઓછામાં ઓછા 6,600 કરોડ રૂપિયામાં વેચવાના છે. સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી.
કોટકની બેન્કમાં વધારે હિસ્સો હોવાને કારણે રિઝર્વ બેન્ક સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેને લઇને કોટકે રિઝર્વ બેન્ક સામે ડિસેમ્બર 2018માં બોમ્બે હાઈકોર્ટમાં આશરો લીધો હતો. આ કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે.
આ બાબતથી જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, "બ્લોક ડીલ દ્વારા હિસ્સો ઓછો કરવામાં આવશે. સોદો ટૂંક સમયમાં થશે અને તેની કિંમત શેર દીઠ 1,215 રૂપિયાથી 1,240 રૂપિયા રહેશે."
આ હિસાબથી, 2.8 ટકા હિસ્સો વેચવા માટે, તેમને ઓછામાં ઓછા 6,800 કરોડ રૂપિયા મળશે. હાલમાં, ઉદય કોટક અને તેના પરિવારની કોટક મહિન્દ્રા બેન્કમાં 28.8 ટકા હિસ્સો છે.