ટેલિકોમ ઉદ્યોગ સાથે સંબધીત સંસ્થા સીઓએઆઈ કહ્યું કે, સરકાર દ્વારા સ્પેક્ટ્રમ માટે બે વર્ષનો સમય આપવા સહિત વિવિધ ઉપાયોથી આ ક્ષેત્રને રાહત મળશે.
સીઓએઆઈના સભ્યોમાં ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા અને રિલાયન્સ જિયો પણ સમાવેશ થાય છે. ભારતીય સેલ્યુલર ઓપરેટર એસોસિએશન સંધ સીઓએઆઈના મહાનિર્દેશક રાજન મેથ્થૂએ કહ્યું કે, મોબાઈલ કોલ અને ડેટામાં ભાવ વધારાો તણાવને ઓછો કરવા અમુક અંશે મદદ મળશે.