ETV Bharat / business

H1 વિઝા પર પ્રિતબંધ બાદ ગૂગલના CEO સુંદર પિચાઈએ ટ્વિટ કરીને નિરાશા વ્યક્ત કરી

author img

By

Published : Jun 23, 2020, 4:48 PM IST

કોરોના વાઇરસ મહામારીના સંકટને લીધે અમેરિકામાં બેરોજગારી વધતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે. જેનાથી ભારતીયોના સપના પર રોક લાગી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષના અંત સુધી એટલે કે 31 ડિસેમ્બર 2020 સુધી H1 વિઝા પર પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહીં, વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહ્યું હતું કે 31 ડિસેમ્બર સુધી વિદેશીઓને ગ્રીન કાર્ડ આપવામાં આવશે નહીં. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ અમેરિકન શ્રમિકોના ફાયદા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં, આ પ્રતિબંધ હંગામી છે. અમેરિકા વિઝા પ્રણાલીમાં સુધાર કર્યા પછી આ અંગેનો આગળનો નિર્ણય લેવામાં આવશે.

ગૂગલના CEO સુંદર પિચાઈ
ગૂગલના CEO સુંદર પિચાઈ

વોશિંગ્ટન: સર્ચ એન્જિન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એચ -1 બી વિઝા પર રોક લગાવવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અંગે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે, તેઓ ઇમિગ્રન્ટ્સ સાથે છે અને બધા માટે તકો ઉભી કરવા માટે કામ કરશે.

આ નિર્ણયથી મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને પ્રતિબંધની અસર થવાની સંભાવના છે. હવે તેઓએ સ્ટેમ્પિંગ પહેલા ઓછામાં ઓછા વર્ષના અંત સુધી રાહ જોવી પડશે. આ પ્રતિબંધની અસર મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સને પણ થશે, જેઓ તેમના એચ -1 બી વિઝાને રિન્યૂ કરાવવા માંગતા હતા.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના એલાન પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ નિરાશા વ્યક્ત કરી છે. સુંદર પિચાઈએ ટ્વિટ કરીને લખ્યુ કે, "અમેરિકાની અર્થવ્યવસ્થામાં પ્રવાસીઓનું બહુ મોટુ યોગદાન છે. આના કારણે ટેકનિકલ ક્ષેત્રમાં અમેરિકા ગ્લોબલ લીડર બન્યું છે અને આ સાથે ગૂગલ કંપની પણ... ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણા પર પિચાઈએ કહ્યું કે આ ઘોષણાથી હું ખૂબ નિરાશ છું અને અમે બધા પ્રવાસીઓ સાથે ઉભા છે, અમે બધા માટે સારી તકોના વિકાસ માટે કામ કરીશું."

  • Immigration has contributed immensely to America’s economic success, making it a global leader in tech, and also Google the company it is today. Disappointed by today’s proclamation - we’ll continue to stand with immigrants and work to expand opportunity for all.

    — Sundar Pichai (@sundarpichai) June 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વળી, ધ લીડરશિપ કૉન્ફરન્સ ઑન સિવિલ એન્ડ હ્યુમન રાઈટ્સના અધ્યક્ષ અને સીઈઓ વનીતા ગુપ્તાએ નિવેદન જારી કરીને ટ્રમ્પ પ્રશાસના નિર્ણયની ટીકા કરી છે. તેમણે કહ્યુ કે લેટેસ્ટ પ્રતિબંધ એ રંગભેદની નવી શરૂઆત છે. ઉલ્લેખનીય છે કે સોમવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય ઘણો જરૂરી હતો અને આ નિર્ણયથી એ અમેરિકી લોકોને રાહત મળશે જે વર્તમાન સમયમાં આર્થિક સંકટના કારણે પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. વાસ્તવમાં અમેરિકામાં આ વર્ષે નવેમ્બર મહિનામાં ચૂંટણી થવાની છે. માટે ચૂંટણીના એલાન પહેલા માનવામાં આવી રહ્યુ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ રીતના અલગ અલગ નિર્ણયો લઈ રહ્યા છે.

યુટ્યુબના સીઇઓ સુસન વોજસિકીએ સુંદર પિચાઈનું ટ્વિટ શેર કરતાં લખ્યું છે કે, ઇમિગ્રેશન અમેરિકાની વાર્તા છે અને આ મારા પોતાના પરિવારની વાર્તા છે. અમે ભયથી બચવા માટે અમેરિકામાં એક નવું મકાન બનાવ્યું હતું. અમે આજે ઇમિગ્રન્ટ્સ સાથે ઉભા છીએ.

વિશ્વની પ્રખ્યાત ઓટો કંપની ટેસ્લાના અધ્યક્ષ એલોન મસ્ક અને ટ્વિટર સીઈઓએ ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી.

સોફ્ટવેર ઉદ્યોગ મંડળ નાસ્કોમે મંગળવારે યુ.એસ. ના વર્ક વિઝા સસ્પેન્શનને ખોટો નિર્ણય ગણાવ્યું છે. સંગઠને કહ્યું કે આ પગલું અમેરિકન અર્થતંત્ર માટે નુકસાનકારક સાબિત થશે.

એચ-1 વિઝાના સસ્પેન્શનનો નિર્ણય 24 જૂનથી જ લાગુ થઈ જશે. એવામાં અમેરિકાનના આ નિર્ણયથી યુએસમાં કામ કરી રહેલા ભારતીય પ્રોફેશનલ્સને મોટો ઝટકો લાગશે. એચ-1 વિઝાને એક નિશ્ચિત સમય માટે જારી કરવામાં આવે છે. આ એક રીતના પ્રવાસી વિઝા છે. અમેરિકામાં કુશળ કર્મચારીઓને રોજગાર આપવા માટે આ વિઝા આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.