નવી દિલ્હી: યુએસની ખાનગી ઇક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સએ રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ ભાગીદારી રૂપિયા 7,500 કરોડમાં કરવામાં આવ્યો છે. રિલાયન્સે બુધવારે જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી છે. રિલાયન્સ રિટેલ દ્વારા રૂપિયા 4.21 લાખ કરોડના વેલ્યુએશન પર રોકાણ કરવામાં આવ્યું છે.
વિશ્વની સૌથી મોટી ટેકનોલોજીની કંપની સિલ્વર લેક એ આ પહેલા અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ડિજિટલ આર્મ જિઓ પ્લેટફોર્મ લિમિટેડમાં રોકાણ કરી ચૂકી છે.