મુંબઈ: ભારતીય સ્ટેટ બેન્કે (SBI) જણાવ્યું છે કે, તેના સેન્ટ્રલ બેન્કની કાર્યકારી કમિટીએ યસ બેન્કના પબ્લિક ઇશ્યૂમાં (એફપીઓ) રૂપિયા 1,760 કરોડ સુધીના મહત્તમ રોકાણને મંજૂરી આપી છે.
અગાઉ, યસ બેન્કે મંગળવારે કહ્યું હતું કે તેને એફપીઓના માધ્યમથી ભંડોળ મેળવવા માટે બેન્કના ડિરેક્ટર મંડળની કેપિટલ રાઇઝિંગ કમિટીની મંજૂરી મળી છે.
એસબીઆઈએ શેર બજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, યસ બેન્કે 7 જુલાઈએ શેર બજારોને મૂડી વધારવાની માહિતી આપી હતી. તે મુજબ, સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટરની કાર્યકારી કમિટીએ 8 જુલાઈ, 2020 ના રોજ મળેલી બેઠકમાં યસ બેન્ક લી.ના પબ્લિક ઇશ્યૂમાં 1,760 કરોડ સુધીના રોકાણને મંજૂરી આપવામાં આવી છે.
યસ બેન્કે કહ્યું કે, બેન્કના ડાયરેક્ટર બોર્ડની કમિટીની બેઠક 10 જુલાઈ, 2020 ના રોજ અથવા તે પછી કરવામાં આવશે જેમાં ભાવની શ્રેણી અને અન્ય બાબતો પર વિચારણા અને મંજૂરી આપવામાં આવશે.