રોયલ એનફિલ્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વિનોદ દસારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "હિમાલયાન એક ખાસ મોટરસાયકલ છે જે આકર્ષક મુસાફરી માટે બનેલી છે. તેણે ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સારું પ્રદર્શન કર્યું છે. હિમાલયાન 2016 થી વિશ્વભરના રોમાંચક પ્રવાસ માટે સૈથી સારી છે. "
તેમણે વધુમાં જમાવ્યું કે બીએસ -6 સ્ટાન્ડર્ડ વાળા નવા હિમાલયાનમાં નવી સુવિધાઓ અને ડિઝાઇન છે, જે રોમાંચક સફરની ખાતરી આપે છે.
દસારીએ જણાવ્યું હતું કે, મોટરસાઇકલથી પ્રેરિત થઇને કંપની હેલ્મેટ, જર્સી, ટી-શર્ટ સહિતના નવી રેન્જને પણ લૉન્ચ કરશે.