ICICI બેન્કના ઓપરેશન્સ અને કસ્ટમર સર્વિસના વડા, અનુભૂતિ સંઘાએ જણાવ્યું હતું કે, આ રોબોટિક આર્મ્સ હાલમાં મુંબઇ અને સાંગલી (મહારાષ્ટ્ર), નવી દિલ્હી, બેંગ્લુરુ અને મંગલુરુ (કર્ણાટક), જયપુર, હૈદરાબાદ, ચંદીગઢ, ભોપાલ, રાયપુર, સિલિગુડી અને વારાણસીમાં કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, આ 14 મશીનો (રોબોટિક આર્મ્સ) 12 શહેરોમાં તૈનાત કરવામાં આવ્યા છે કે જેથી આ તમામ રોબોટિક આર્મ્સ કામકાજના દિવસોમાં 60 લાખની નોટ અથવા વાર્ષિક આશરે 1.80 અરબ નોટોની ગણતરી કરી શકે.
તેમણે આગળ કહ્યું કે, ICICI બેન્ક એ ભારતની પ્રથમ વ્યાપારી બેન્ક છે અને વિશ્વની કેટલીક એવી બેન્કોમાંની એક છે, કે જે રોકડ પ્રક્રિયા માટે રોબોટિક આર્મ્સનો ઉપયોગ કર્યો છે.