નવી દિલ્હી: ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય બેઠક 15 જુલાઇએ યોજવા જઇ રહી છે. નોંધપાત્ર રીતે, કોરોના વાઇરસના કારણે જાહેર સભાઓ યોજવી શક્ય નથી.
રિલાયન્સે શેર બજારને જણાવ્યું હતું કે, તેની 43મી AGM 15મી જુલાઈએ બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ અથવા અન્ય ઓડિઓ-વિઝ્યુઅલ માધ્યમો દ્વારા યોજાશે. અગાઉ, TCS એ 11 જૂને વર્ચ્યુઅલ વાર્ષિક સામાન્ય બેઠક યોજી હતી.
અત્યાર સુધી તમામ રિલાયન્સ એજીએમ બેઠક મોટા સમારોહની જેમ આયોજીત કરવામાં આવતી હતી કંપનીના સ્થાપક ધીરુભાઇ અંબાણીના સમયમાં સ્ટેડિયમમાં એજીએમનું આયોજન કરવામાં આવતું હતું.