નવી દિલ્હી: ઉદ્યોગપતિ રતન ટાટાએ રવિવારે ઓનલાઇન એક બીજાને નીચે પાડતા લોકોના વિચાર પર વાત કરી હતી. તેમણે કહ્યું કે,એકબીજાને નીચે પાડવું કોઇનું અપમાન કરવું તેના બદલે એકબીજાને ટેકો આપવો જોઈએ કારણ કે આ વર્ષ બધા માટે પડકારોથી ભરેલું છે.
ટાટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં કહ્યું છે કે,ઓનલાઇન સમુદાય એક બીજા માટે હાનિકારક બની રહ્યા છે તેઓ એકબીજાને નીચા દેખાડવામાં લાગી ગયા છે.
ટાટા ગ્રૂપના અધ્યક્ષ એમરેટિસે કહ્યું, "આ વર્ષ કેટલાક સ્તરે દરેક માટે પડકારોથી ભરેલું છે. હું જોઉં છું કે ઓનલાઇન સમુદાય એક બીજા માટે હાનિકારક બવી રહ્યા છે. લોકો પોતાનીા વિચારો મુજબ અભિપ્રાય આપીને એક બીજાને નિરાશ કરે છે."
તેમણે કહ્યું, "મારું માનવું છે કે આ વર્ષ ખાસ કરીને આપણા બધાને એક થવા અને મદદરૂપ થવાનું કહે છે અને આ સમય એકબીજાને નીચે પાડવાનો નથી."
એકબીજા પ્રત્યે વધુ સંવેદનશીલતા વધુ દયા, વધુ સમજ અને ધૈર્યની જરૂરિયાતને રાખવા માટે આગ્રહ કરે છે. ટાટાએ કહ્યું હતું કે તેઓ ઓનલાઇન ઓછુ આવે છે, પરંતુ મને આશા છે કે બધા એક બીજાને ટેકો આપશે.