નવી દિલ્હી: દુરસંચાર નેટવર્કનો સાધનો બનાવનારી ફિનલેન્ડની વૈશ્વિક કંપની નોકિયાએ રાજીવ સૂરીની જગ્યાએ પેક્કા લુંડમાર્કને અધ્યક્ષ અને ચીફ એક્ઝિક્યુટિવ (CEO) તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી છે.
નોકિયાએ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, અમારા નિદેશક મંડળમાં નવી નિયુક્તિ કરવામાં આવી છે. લુંડમાર્ક આ વર્ષની 1 સપ્ટેમ્બરે નવી જવાબદારી સંભાળશે અને ત્યારે સુધી રાજીવ સુરી આ પદ પર રહેશે. લુંડમાર્ક ફિનલેન્ડમાં એસ્પૂમાં બેસશે. જ્યાં તેઓ 1990-2000ની વચ્ચે નોકિયામાં ઘણા પદો પર કામ કરી ચૂંક્યાં છે.
રાજીવ સુરીએ કહ્યું કે, નોકિયામાં 25 વર્ષ આપ્યા બાદ કંઈક અલગ કરવા માગું છું. તેમણે કહ્યું કે, નોકિયાએ હંમેશા મારો ભાગ રહેશે અને બધાનો આભાર. પેક્કા લુંડમાર્ક ફિન્ડલેન્ડના એસ્પૂમાં તેલ કંપની ફોર્ટમના અધ્યક્ષ અને મુખ્ય એક્ઝિક્યુટિવ છે. રાજીવ સુરી નોકિયાની સાથે 25 વર્ષથી કામ કરી રહ્યાં છે અને આગળ પણ કામ કરવા માગે છે.
રાજીવ સુરીએ કંપનીને પોતાની જવાબદારી છોડવાની ઈચ્છા બતાવી હતી. કંપનીએ કહ્યું કે, નોકિયાના નિદેશક મંડળે નવા CEOની પંસદગી માટે સુરીની મદદ લીધી અને આ કામ બે માર્ચ 2020ને સમાપ્ત થયું છે. જે દરમિયાન કંપનીની અંદર અધિકારીઓને તૈયાર કરવાને લઇને બહારના ઉમેદવારોની ઓળખાણ કરવામાં રાજીવ સુરીએ નિદેશક મંડળમાં સહયોગ આપ્યો હતો.