કંપનીએ જણાવ્યું હતું કે, નોઇડાના સેક્ટર -1 માં પ્રથમ કેફે ડિલાઇટ ખોલવામાં આવ્યું છે. શુક્રવારે તેનું ઉદ્ઘાટન પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ રાજ્યપ્રધાન ડૉ સંજીવકુમાર બાલ્યાને કર્યુ હતું. આ રેસ્ટોરન્ટમાં લોકોને બેસવાની સુવિધા તેમજ ટેક-અવેની સુવિધા મળશે.
આ પ્રસંગે બાલ્યાને જણાવ્યું હતું કે, "મધર ડેરી એ એવી કેટલીક સંસ્થાઓમાંથી એક છે કે જેમણે શહેરી ગ્રાહકો અને ગ્રામીણ ખેડૂતો વચ્ચેનું અંતર ઘટાડવાની દિશામાં તકેદારીપૂર્વક કાર્ય કર્યું છે. આવી રેસ્ટોરન્ટો ખોલીને લોકોને સારી ગુણવત્તા અને ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થશે તેમજ કૃષિ ઉત્પાદનોના વપરાશ માટે નવા વિકલ્પો પણ ખુલશે."