IRDAIએ વીમા જાહેરાતો માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં એવું સુચન કર્યું છે કે, વીમા કંપનીઓએ શું કરવું જોઇએ નહીં. પરિપત્રમાં જણાવ્યું છે કે, તમામ વીમા જાહેરાતો સ્પષ્ટ, ન્યાયી હોવા જોઈએ. સાથે આ જાહેરાતો ગેરમાર્ગે દોરવી ન જોઈએ. IRDAI એટલે Insurance Regulatory and Development Authority Act, 1999.
IRDAIએ કહ્યું કે વીમા કંપનીઓએ સામગ્રી અને ડિઝાઇનનો ઉપયોગ કરીને કાનૂની અને સુલભ રીતે માહિતી ઉપલબ્ધ કરવી જોઈએ. તેમાં કાગળનું કદ, રંગ, ફૉન્ટનો પ્રકાર અને કદ સામેલ છે.
નિયામકે વીમા જાહેરાતો પર એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં એવું સુચન કર્યું છે કે, વીમા કંપનીઓએ શું કરવું જોઇએ નહીં એ પરિપત્રમાં જણાવ્યું છે, તમામ વીમા જાહેરાતો સ્પષ્ટ, ન્યાયી હોવી જોઈએ. આ ઉપરાંત, આ જાહેરાતો ભ્રામક ન હોવી જોઈએ.
IRDAIએ સુચન કર્યું કે, અનિવાર્ય ખુલાસા પણ એ જ ભાષામાં કરવા જે ભાષા અને ફૉન્ટમાં જાહેરાત છે. પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, ઉત્પાદનનું નામ અને ફાયદા દર્શાવવા ગ્રાહકોના મનમાં સલામતીનો 'કાલ્પનિક' ભ્રમિત કરે તેવા લોભામણા શબ્દોનો પ્રયોગ કરવો નહીં.