નવી દિલ્હી: કોરોના વાઇરસના કારણે લોકોની કામ કરવાની રીતમાં પમ પરિવર્તન લાવ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરીથી મે દરમિયાન દેશમાં રિમોટ વર્ક સાથેની નોકરીની શોધમાં 377 ટકાનો વધારો થયો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નોકરી શોધનારા હવે રિમોટ કામ શોધી રહ્યા છે. જોબ સાઇટ ઇન્ડીડના અહેવાલમાં જણાવાયું છે કે, શોધ દરમિયાન રીમોટ,વર્ક ફ્રોમ હોમ અને આવા અનેક શબ્દોનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
ફેબ્રુઆરીથી મે 2020 દરમિયાન, રિમોર્ટ કામની શોધમાં 377 ટકાનો ઉછાળો આવ્યો છે. એ જ રીતે, રીમોટ વર્ક અને વર્ક ફ્રોમ હોમ માટે નોકરીમાં 168 ટકાનો વધારો થયો છે.ઈન્ડિડ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શશી કુમારે કહ્યું, "કોવિડ -19 થી ઘણા લોકોએ તેમની કાર્ય કરવાની રીત બદલી નાખી છે. લોકો રિમોટ વર્કની તરફ વધી રહ્યા છે.હાલ આ રીતે વર્ક શોધવાનું ચલણ ચાલુ રહેવાની અપેક્ષા છે."તેમણે વધુમાં કહ્યું કે ઉદ્યોગને હવે ભવિષ્ય માટે આ રીતે વર્કફોર્સ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
અગાઉના અધ્યયનોમાં પણ બહાર આવ્યું છે કે 83 ટકા જોબ સીકર્સ રિમોટ વર્ક પોલિસીને મહત્વપૂર્ણ માને છે. આટલું જ નહીં, 53 ટકા કર્મચારીઓએ કહ્યું કે, જો તેમને રિમોટ દ્વારા કામ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવે તો તેઓ પગારમાં પણ કાપ મૂકવા તૈયાર છે.