નવી દિલ્હી: ફ્લિપકાર્ટ અને એમેઝોન સાથે સ્પર્ધા માટે , રિલાયન્સની જીઓ માર્ટ એપ શરૂ થઇ ગઇ છે. અન્ય ઑનલાઇન શોપિંગ સ્ટોર્સની જેમ, કરિયાણા અને અન્ય ચીજોની તેના પર ખરીદી કરી શકાશે.
રિલાયન્સે એન્ડ્રોઇડ અને આઇફોન બંને માટે એપ્સ લોન્ચ કરી છે. ગ્રાહકો તેને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. રિલાયન્સ જીઓએ લગભગ બે મહિના પહેલા તેની વેબસાઇટની સત્તાવાર શરૂઆત કરી હતી.
કંપની હાલ 200 શહેરોમાં સેવા પ્રદાન કરી રહી છે, કરિયાણા, પર્સનલ કેર, હોમ કેર અને બેબી કેર પ્રોડક્ટ્સનો જીઓમાર્ટ પર ઓર્ડર આપી શકાશે. જીઓમાર્ટ એપ્લિકેશન, એન્ડ્રોઇડ અને આઇફોન બંને વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવી છે.
જીઓમાર્ટ પર દરરોજ કરિયાણા પર ઓછામાં ઓછું 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જીઓમાર્ટ કોઈપણ લઘુત્તમ ઓર્ડર મૂલ્ય આવશ્યકતા વિના તમામ ઓર્ડર પર નિ:શુલ્ક હોમ ડિલિવરી આપવામાં આવે છે.