નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ AGRના બાકી નિકળતી રકમની ગત રોજ ચુકવણી કરી દીધી છે. કંપનીએ 31 જાન્યુઆરી 2020 સુધી AGR સાથે જોડાયેલી પુરી રકમની ચુકવણી રુપિયા 195 કરોડ દૂરસંચાર વિભાગને ચુકવી છે.
આ સાથે જ જિયો સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી સમય મર્યાદાની અંતર્ગત AGR ચૂકવનારી પ્રથમ ટેલિકોમ કંપની બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, જિયોની પ્રતિસ્પર્ધી કંપની ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પર કુલ 88 હજાર 624 કરોડ રૂપિયા બાકી છે અને કંપનીઓએ ડિપાર્ટમેન્ટ પાસે બાકી નિકળતી રકમની ચૂકવણી કરવા માટે વધુ સમય માગ્યો છે.