ટેલિકોમ રેગ્યુલેટરી ટ્રાઇ દ્વારા ઓગસ્ટમાં પ્રકાશિત ડાઉનલોડ સ્પીડ ચાર્ટ મુજબ રિલાયન્સ Jio સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડમાં સૌથી મોખરે રહી. જેણે જુલાઈમાં 21.0 Mbpsની સરખામણીમાં ઑગસ્ટમાં 21.3 Mbpsની સરેરાશ ડાઉનલોડ સ્પીડ પ્રાપ્ત કરી છે. જ્યારે ઑગસ્ટમાં વોડાફોનએ 5.5 Mbpsની સરેરાશ સ્પીડ પ્રાપ્ત કરી, જે જુલાઈમાં 21.0 Mbps હતી.
રિલાયન્સ Jio વર્ષ 2018 માં સૌથી ઝડપી 4G ઑપરેટર કંપની રહી, જેની 12 મહિનામાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ સૌથી વધુ હતી. આ વર્ષે ફરીથી Jio આ યાદીમાં ટોચ પર છે અને આઠ મહિનામાં અત્યાર સુધીમાં મોખરે છે.
ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી (ટ્રાઇ) ના ડેટા અનુસાર, ભારતી એરટેલનું પ્રદર્શન ઓગસ્ટમાં ઘટી ગયું છે અને તેની સરેરાશ સ્પીડ જુલાઈમાં 8.8 Mbps થી ઘટીને 8.2 mbps પર આવી ગઈ છે.
ઑગસ્ટમાં વોડાફોન નેટવર્કની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ 7.7 Mbps હતી, જે જુલાઈમાં સમાન હતી.