નવી દિલ્હીઃ ગૂગલના CEO સુંદર પિચાઈએ સોમવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, કંપનીએ ગૂગલ ફોર ઈન્ડિયા ડિજિટાઈજેશન ફંડના માધ્યમથી ભારતમાં આવનારા 5થી 7 વર્ષોમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
-
Today at #GoogleForIndia we announced a new $10B digitization fund to help accelerate India’s digital economy. We’re proud to support PM @narendramodi’s vision for Digital India - many thanks to Minister @rsprasad & Minister @DrRPNishank for joining us. https://t.co/H0EUFYSD1q
— Sundar Pichai (@sundarpichai) July 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today at #GoogleForIndia we announced a new $10B digitization fund to help accelerate India’s digital economy. We’re proud to support PM @narendramodi’s vision for Digital India - many thanks to Minister @rsprasad & Minister @DrRPNishank for joining us. https://t.co/H0EUFYSD1q
— Sundar Pichai (@sundarpichai) July 13, 2020Today at #GoogleForIndia we announced a new $10B digitization fund to help accelerate India’s digital economy. We’re proud to support PM @narendramodi’s vision for Digital India - many thanks to Minister @rsprasad & Minister @DrRPNishank for joining us. https://t.co/H0EUFYSD1q
— Sundar Pichai (@sundarpichai) July 13, 2020
આ અગાઉ ગૂગલના CEO વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી ચર્ચા કરી છે. પિચાઈ સાથેની પોતાની વાત અંગેની માહિતી PM મોદીએ જાતે ટ્વીટ કરીને આપી છે. તેમણે લખ્યું કે, આજે સવારે સુંદર પિચાઈ સાથે એક મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. અમે ભારતના ખેડૂતો, યુવાનો અને ઉદ્યોગસાહસિકોના જીવનમાં પરિવર્તન લાવવા ટેકનોલોજીની શક્તિનો ઉપયોગ કરવા સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
એક અન્ય ટ્વીટમાં PM મોદીએ લખ્યું કે, ચર્ચા દરમિયાન સુંદર પિચાઈ અને મેં વર્ક કલ્ચર અંગે વાત કરી, જે કોવિડ -19ના સમયમાં ઉભરી રહી છે. અમે કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે રમત જેવા ક્ષેત્રોમાં થયેલા પડકારો અંગે ચર્ચા કરી છે. અમે ડેટા સુરક્ષા અને સાઈબર સુરક્ષાના મહત્વ અંગે ચર્ચા કરી છે. PMએ લખ્યું કે, શિક્ષણ, ડિજિટલ ચૂકવણી જેવા ક્ષેત્રમાં ગૂગલના પ્રયાસો અંગે જાણકારી મેળવીને મને ખૂબ ખૂશી થઇ છે.