નવી દિલ્હી: જનરલ એટલાન્ટિક જિયો પ્લેટફોર્મ્સ પર 6,598.38 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એશિયામાં આ જનરલ એટલાન્ટિકનું સૌથી મોટું રોકાણ છે. આ અગાઉ ફેસબુક, સિલ્વર લેક પાર્ટનર્સ, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ જીયો પ્લેટફોર્મમાં રોકાણ કરી ચૂક્યા છે.
- ફેસબુક: રિલાયન્સ જિયો અને ફેસબુક વચ્ચે 43,574 રૂપિયાની ડીલ થઈ છે. આ ડીલ બાદ ફેસબુકનો જીયોમાં 9.99 ટકા હિસ્સો હશે.
- સિલ્વર લેક: અમેરિકાની ખાનગી ઇક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિઓ પ્લેટફોર્મ્સમાં 1.15% હિસ્સો ખરીદ્યો છે. સિલ્વર લેક જિયો પ્લેટફોર્મ્સ પર રૂ .5,655.75 કરોડનું રોકાણ કરશે.
- વિસ્ટા ઇક્વિટી: અમેરિકાની ખાનગી ઇક્વિટી કંપની વિસ્તા ઇક્વિટી પાર્ટનર્સે રિલાયન્સ જિઓમાં 2.32 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ સોદો 11,367 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો છે.
- જનરલ એટલાન્ટિક: જનરલ એટલાન્ટિક જિઓ પ્લેટફોર્મ્સ પર 6,598.38 કરોડનું રોકાણ કરશે.