નવી દિલ્હી: જિયો પ્લેટફોર્મમાં ફેસબુક તેના નવા માધ્યમ Jaadhu Holdings દ્વારા 9.9 ટકા હિસ્સેદારી ખરીદશે. ફેસબુકે ગયા મહિને જિયો પ્લેટફોર્મમાં આ રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ફેસબુકે એપ્રિલમાં જણાવ્યું હતું કે, તે જિયોમાં 5.7 અબજ ડોલરનું રોકાણ કરીને ( 43,574 કરોડ રૂપિયા) જિયો પ્લેટફોર્મમાં 9.9 ટકા હિસ્સેદારી ખરીદશે. ફેસબુકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જાધૂ હોલ્ડિંગ્સે આ બાબતે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગને દસ્તાવેજો સોંપ્યા છે.
જાધૂ હોલ્ડિંગ્સની રચના અમેરિકામાં માર્ચ 2020માં કરવામાં આવી હતા. તે ભારત અથવા વિશ્વના અન્ય કોઈ દેશમાં કોઈપણ કારોબાર કરતું નથી. તેનો હેતુ જિયો પ્લેટફોર્મમાં આંશિક હિસ્સેદારી ખરીદવાનો છે. આ સાથે જિયો પ્લેટફોર્મ્સ, વ્હોટસએપ અને રિલાયન્સ રિટેલ લિમિટેડે એક અલગ ભાગીદારી બનાવી છે.