ટાટા મસ્ત્રીના મામલામાં NCLT અને NCLATનો ઘટનાક્રમ....
- 24 ઓક્ટોબર 2016: સાયરસ મિસ્ત્રી ટાટાના ચેરમેન પદથી હટાવવામાં આવ્યા. રતન ટાટા કાર્યકારી ચેરમેન બન્યા હતાં.
- 20 ડિસેમ્બર 2016: મિસ્ત્રી પરિવાર દ્વારા સમર્થિત બે રોકાણ કંપનીઓ સાયરસ ઈન્વેસ્ટમેટ્સ પ્રાઇવેટ લિ.અને સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેંટ્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિ. NCLTની મુંબઇ બેંચમાં પહોંચી. તેમણે ટાટા સન્સ પર નાના શેરધારકોના ઉત્પીડન અને ગેરવહીવટનો આરોપ લગાવ્યો હતો. મિસ્ત્રી બરતરફ કરવાની કાર્યવાહીને પડકાર આપવામાં આવ્યો હતો.
- 12 જાન્યુઆરી 2017: ટાટા સન્સ TCAના તત્કાલિન મુખ્ય એક્ઝિક્યુટિવ અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર એન. ચંદ્રશેખરનને ચેરમેન બનાવવામાં આવ્યા.
- 6 ફેબ્રુઆરી 2017: મિસ્ત્રીને ટાટા સમૂલની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના નિદેશક મંડળમાંથી પણ હટાવવામાં આવ્યાં.
- 6 માર્ચ 2017: NCLT મુંબઇએ મિસ્ત્રી પરિવારની બે રોકાણકારી કંપનીઓની અરજી ફગાવી હતી. ટ્રિબ્યુનલે કહ્યું કે, અપીલકર્તા કંપનીમાં ન્યૂનતમ 10 ટકા માલિકીનો હકના માપદંડ પૂરો નથી કરતી.
- 6 માર્ચ 2017: NCLT મુંબઇએ મિસ્ત્રી પરિવારે બે રાકોણ કંપનીઓની અરજી
- 17 અપ્રિલ 2017: NCLT મુંબઇએ બંને રોકાણ કપંનીઓની અરજી ફગાવી દીધી, જેમાં અલ્પાંશ શેરધારકોના ઉત્પીડનનો મામલો દાખલ કર્યો.
- 27 એપ્રિલ 2017: આ રોકાણ કંપનીઓ અપેલેટ ટ્રિબ્યુનલ પહોંચ્યા
- 21 સપ્ટેમ્બર 2017: અપેલેટ ટ્રિબ્યુનલમાં બંન્ને રોકાણ કંપનીઓની ઉત્પીડન અને ગેરવહીવટની વિરુદ્ધ મામલો દાખલ કરીને ન્યૂનતમ ભાગીદારીની જોગવાઈમાંથી છૂટ આપવાના આગ્રહ વાળી અરજી સ્વીકારી લીધી. પરંતુ મિસ્ત્રીની બીજૂ અરજીને ફગાવી દીધી. જેમાં NCLT વિચાર કરવા લાયક ના હોવાના કારણે ફગાવી દીધી હતી. અપેલેટ ટ્રિબ્યુનલમાં NCLTની મુંબઈ બેંચને નોટિસ પાઠવી મામલેમાં સુનાવણી કરવા માટે કહ્યું.
- 5 ઓક્ટોબર 2017: રોકાણ કંપનીઓ દિલ્હીમાં NClTની પ્રધાન બેંચ સાથે સંપર્ક કરી પક્ષપાતનો હવાલો આપતા મામલામાં મુંબઈથી દિલ્હી ખસેડ્વાનો આગ્રહ કર્યો હતો.
- 6 ઓક્ટોબર 2017: NClTની પ્રધાન બેંચે અરજી ફગાવી દીધી અને બંને રોકાણ કંપનીઓ પર 10 લાખ રૂપિયાની દંડ ચૂંકવવાનો આદેશ કર્યો.
- 9 જુલાઇ 2018: NCLT મુંબઇને મિસ્ત્રીની અરજી ફગાવી, જેમાં ટાટા સન્સના ચેરમેચ પદથી હટાવવાને પડકરવામાં આવ્યો હતો.
- 3 ઓગસ્ટ 2018: બંને રોકાણ કંપનીઓ NClTના આદેશની વિરુદ્ધ અપેલેટ ટ્રિબ્યુનલ કરવામાં આવી.
- 29 ઓગસ્ટ 2018: અપેલેટ ટ્રિબ્યુનલે સાયરસ મિસ્ત્રીની અરજી સુનાવણી માટે દાખલ કરી.
- 18 ડિસેમ્બર 2019: અપેલેટ ટ્રિબ્યુનલે મિસ્ત્રીને ટાટા સન્સને ફરી કાર્યકારી ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો, જેમાં ટાટા સન્સને ચાર અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો છે.