મુંબઇ: દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસ વચ્ચે સોમવારે આરપીજી ગ્રુપની કંપની CEAT Tyresએ તેનો S95 માસ્ક 'ગોસેફ' લોન્ચ કર્યો છે. આ ઉપરાંત કંપનીએ જણાવ્યું હતું કે, તે પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (PPE) કીટ પણ ટૂંક સમયમાં માર્કેટમાં લોન્ચ કરશે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, આ 6 સ્તરનું માસ્ક છે. જેને ધોઈને ફરી ઉપયોગમાં લઇ શકાય છે. આ માસ્ક દેશભરના વિવિધ દુકાન, સ્ટોર્સ તેમજ ઇ-કોમર્સ વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને એક માસ્કની કિંમત 249 રૂપિયા છે.
ટાયર કંપનીએ કહ્યું કે, "ભારતને સુરક્ષિત રાખવાના હેતુથી CEAT Tyres એ ગોસેફ S95 ફેસ માસ્ક રજૂ કર્યો છે. આ સાથે કંપની પીપીઈ બિઝનેસમાં પણ પ્રવેશ કરી રહી છે."
CEAT Tyresના ચીફ માર્કેટિંગ ઓફિસર અમિત તોલાનીએ જણાવ્યું હતું કે, પીપીઈ બિઝનેસમાં પ્રવેશ કરવાનો ઉદ્દેશ્ય લોકોની સલામતી અને એક વિશ્વસનીય ઉત્પાદનો પ્રદાન કરવાનું છે.