ડ્રમ બ્રેક ચેતકના અર્બન મોડેલની શૉ રૂમમાં કિંમત 1 લાખ, જ્યારે પ્રીમિયમની 1.15 લાખ રૂપિયા છે. જેની ડિલીવરી ફેબ્રુઆરીના અંતમાં શરૂ થશે.
પ્રારંભિક તબક્કામાં ચેતક ઇલેક્ટ્રિક ફક્ત પૂણે અને બેંગલુરુમાં જ ઉપલબ્ધ થશે. બજાજ ઑટોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, "આ ટુ-વ્હીલરથી આ સેક્ટરમાં નવા યુગની શરૂઆત થશે." ગ્રાહક ચેતકની વેબસાઇટ પર જઇને 2 હજાર રૂપિયા આપીને બુકિંગ કરી શકે છે.