રિલાયન્સ કોમ્યુનિકેશન આપેલી માહિતી મુજબ ડિરેક્ટર અનિલ અંબાણીએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત છાયા વિરાની, રાયના કરણી, મંજરી કાકર અને સુરેશ રંગાચરે પણ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
આરકોમ હાલમાં નાદારીમાંથી પસાર થઈ રહ્યુ છે. જુલાઈ-સપ્ટેમ્બર 2019 માં રૂપિયા 30,142 કરોડનું એકીકૃત નુકસાન થયું છે. શેરબજારમાં પણ હાલ આરકોમના શેરની કિંમત માત્ર 59 પૈસા રહી છે.