ETV Bharat / business

‘અપ્રમાણિક’ ઈરાદા સાથેની ‘પ્રમાણિક’ યોજના!

author img

By

Published : Nov 27, 2019, 11:50 PM IST

Updated : Nov 28, 2019, 7:42 AM IST

ન્યૂઝ ડેસ્ક: ઇલેક્ટોરલ બૉન્ડ તેના ધારક (બૅરર)ના નાણાં છે, જે અસ્થાયી (પ્રૉવિઝનલ) પ્રમાણપત્ર દ્વારા આવે છે. એક વ્યક્તિ અવા કંપની SBIની પસંદગીની શાખામાંથી અનામી રીતે EB ખરીદી શકે છે અને તેને રાજકીય પક્ષને દાનમાં આપી શકે છે. રાજકીય પક્ષો, જેણે તાજેતરની સંસદીય કે, વિધાનસભાની ચૂંટણીમાં 1 ટકાથી ઓછા મતો પ્રાપ્ય કર્યા છે, તેઓ આ બૉન્ડ મેળવવા લાયક છે. તેઓ અધિકૃત બૅન્કમાં તેમના બૅન્ક ખાતા દ્વારા EBને વટાવી શકે છે અને EB જાહેર થયાની તારીખથી પંદર દિવસની અંદર આમ થઈ શકે છે.

An honest plan with dishonest intentions
‘અપ્રમાણિક’ ઈરાદા સાથેની ‘પ્રમાણિક’ યોજના

ઇલેક્ટોરલ બૉન્ડ: રાજકીય ભંડોળ સફાઈ કરવાનું સાધન કે વિપક્ષોને દાન નહીં આપવા માટે પ્રેરતું સાધન?

EB દાતાઓને સંપૂર્ણ અનામીપણું આપે છે. દાતાએ તેનાં નાણાંનો સ્રોત જાહેર કરવાની જરૂર નથી. આ જ રીતે રાજકીય પક્ષે પણ તેને કોના તરફથી ભંડોળ મળ્યું તે જાહેર કરવાની જરૂર નથી. પક્ષોને EB દ્વારા મળેલ નાણાંની ચોખ્ખી કિંમત જ ચૂંટણી પક્ષ સમક્ષ જાહેર કરવાની હોય છે.

અન્ય સ્તરે, EB કૉર્પોરેટ ચૂંટણી ભંડોળ પરની મર્યાદા હટાવે છે. EB દ્વારા મોટા વેપારગૃહો તેઓ જે પક્ષોને આપવા ઈચ્છે તે પક્ષને અનામી રીતે નાણાં આપી શકે છે. આ પહેલાં, કંપનીઓના નફાનો માત્ર 7.5 ટકા હિસ્સો જ અગાઉનાં વર્ષોમાં રાજકીય દાન સ્વરૂપે આપી શકાતો હતો. અગાઉની પ્રણાલિમાં વિવિધ રાજકીય પક્ષોને બેહિસાબી નાણાં દાનમાં આપવાની અનેક પડદા પાછળના અનેક માર્ગો ખુલ્લા હતા.

ભારત સરકારે 2 જાન્યુઆરી 2018ના રોજ EBનું જાહેરનામું બહાર પાડ્યું તે પછી આવક વેરા ખાતાએ લોકોને રાજકીય પક્ષને રોકડમાં રૂપિયા 2000થી વધુ રકમ દાનમાં આપવા પર પ્રતિબંધ મૂકી દીધો.

હકીકત પત્રક:
2 જાન્યુઆરી 2019ના રોજ EBનું જાહેરનામું બહાર પડાયું તે પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2018ના રોજ 221 કરોડ રૂપિયાની કિંમતના બૉન્ડ ખરીદાયા હતા. ભાજપને કુલ રકમના 210 કરોડ રૂપિયા મળ્યા હતા. કોંગ્રેસને માત્ર રૂપિયા 5 કરોડ અને બાકીના પક્ષોને 6 કરોડ મળ્યા હતા.

માર્ચ 2018 અને ઑક્ટોબર 2019ના સમયગાળા વચ્ચે રૂપિયા 6,128 કરોડની કિંમતના કુલ 12,313 બૉન્ડ વેચાયા હતા.

માર્ચ 2018થી ઑક્ટોબર 2019 દરમિયાન આ બૉન્ડમાંથી કયા પક્ષને સૌથી વધુ લાભ થયો તે અંગે સત્તાવાર કોઈ માહિતી નથી. પરંતુ એવું વ્યાપક રીતે મનાય છે કે, આ સમયગાળામાં જે 17મી સામાન્ય ચૂંટણી એપ્રિલ-મે 2019માં થઈ હતી તે સહિતના સમયગાળામાં થયેલી કુલ આર્થિક લેવડદેવડમાંથી સૌથી વધુ લાભ ભાજપને થયો હતો.

ટાટા સમૂહની માલિકીના પ્રૉગ્રેસિવ ઇલેક્ટૉરલ ટ્રસ્ટે ભાજપને આર્થિક વર્ષ 2018-19ના સમયગાળામાં રૂપિયા 356.53 કરોડ અને કોંગ્રેસને રૂપિયા 55.62 કરોડનું ભંડોળ આપ્યું હતું.

ભારતી એન્ટરપ્રાઇઝની માલિકીના પ્રૂડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને રૂપિયા 67.25 કરોડનું અને કોંગ્રેસને રૂપિયા 39 કરોડનું દાન આર્થિક વર્ષ 2018-19માં આપ્યું હતું. આંધ્ર પ્રદેશના બે રાજકીય પક્ષો પ્રૂડન્ટ દ્વારા સૌથી વધુ દાન મેળવવામાં ત્રીજા અને ચોથા ક્રમે છે. વાયએસઆર સીપીને રૂપિયા 26 કરોડ અને ટીડીપીને પ્રૂડન્ટ તરફથી રૂપિયા 25 કરોડનું દાન મળ્યું હતું.

ઇલેક્ટોરલ બૉન્ડ પર નાણા મંત્રાલય અને RBI વચ્ચે મતભેદ:
ભારત સરકારે વર્ષ 2017-18ના બજેટમાં EBની જાહેરાત કરી તે પછી RBIના ગવર્નર ઊર્જિત પટેલે 14 સપ્ટેમ્બર 2017ના પત્રમાં ત્રણ પ્રશ્નો ઊઠાવ્યા હતા

તેમની ઓળખ છુપાવવા, સાચી કંપનીઓ EB ખરીદવા અસ્તિત્વ નહીં ધરાવતી તેવી બનાવટી કંપનીઓનો ઉપયોગ કરી શકે છે અને આ રીતે રાજકીય પક્ષોને દાન આપી શકે છે. તેનાથી આર્થિક લેવડદેવડમાં કાળા નાણાંને ધોળાં કરવા માટે તેમને કાયદાકિય રીતે રસ્તો મળી શકે છે.

દાતાનું અનામીપણું વધુ સારી રીતે પ્રાપ્ત કરી શકાય જો EB નાણાંને અસ્થાયી પ્રમાણપત્રના રૂપમાં જાહેર કરવાના બદલે ડીમેટ (ડીમટિરિયલાઇઝ્ડ અથવા ઇલેક્ટ્રોનિક) રૂપમાં જાહેર કરાય. ડીમેટ રૂપથી બૉન્ડ ધરાકોને એક અદ્વિતીય સંખ્યા મળશે, જે તે રાજકીય પક્ષ સાથે વહેંચી શકે છે. જ્યારે EB ડીમેટ રૂપમાં હોય ત્યારે RBI પાસે નાણાં ચુકવનારનો રેકૉર્ડ રહેશે. રાજકીય પક્ષને નાણાં ચુકવનનારનો રેકૉર્ડ ચૂંટણી પંચને જાણમાં હોય છે. આ ડીમેટ રૂપથી સંપૂર્ણ પારદર્શી રીતે ચૂંટણી ભંડોળ માટે રસ્તો ખુલ્લો કરશે.

RBI અધિનિયમની કલમ 31 બૉન્ડ જાહેર કરવા માટે સર્વોચ્ચ બેન્ક તરીકે માત્ર RBIને જ સત્તા આપે છે. જો RBI અધિનિયમની કલમ 31ને સુધારાય અને SBIને EB જાહેર કરવા છૂટ અપાય તો કેન્દ્રીય બેન્કનો એકાધિકાર મંદ પડશે.

તેના પ્રતિભાવમાં નાણા મંત્રાલયે (આર્થિક બાબતોના તે વખતના સચિવ સુભાષચંદ્ર ગર્ગ મારફતે) 5 ઑક્ટોબર 2017ના રોજ જવાબ આપ્યો હતો: “જો EB ડીમેટ સ્વરૂપમાં જાહેર કરાશે તો તેનાથી દાતાની ઓળખ છુપાવવાનો વાસ્તવિક હેતુ નિષ્ફળ જશે. આ રીતે આવા બૉન્ડ માત્ર અસ્થાયી પ્રમાણપત્રના રૂપમાં જ જાહેર કરી શકાશે.”

તે વખતના RBIના ગવર્નર ઊર્જિત પટેલે 11 ઑક્ટોબર 2017ના રોજ દલીલ કરી હતી: “જો સરાર EB નાણાંના અસ્થાયી રૂપમાં જાહેર કરવાનો નિર્ણય કરે છે તો RBI (નહીં કે SBIએ) EB જાહેર કરવા જોઈએ.”

પરંતુ સરકારે દલીલ કરી કે, RBI અનુસૂચિત બેન્કની શ્રેણી (જ્યાં લોકો અનુકૂળ રીતે આર્થિક લેવડદેવડ કરી શકે)માં આવતી નથી. અનુષંગિક રીતે, નાણાં ખરડા 2017 દ્વારા RBI અધિનિયમની કલમ 31 સુધારવામાં આવી અને જાહેરનામું બહાર પડાયું કે EB યોજના પૂરી રીતે SBI દ્વારા જ અમલી કરવાની રહેશે.

રસપ્રદ રીતે, યોજના માટે બૉર્ડ પર SBIને લાવવાની સરકારની આવી આતુરતા હતી કે તેણે SBIની તમામ માગણીઓ ત્વરાથી સ્વીકારી લીધી. જેમાં, એક હતી કે બૉન્ડમાં સ્ટેમ્પ ડ્યુટી (જેનાથી SBIને તાત્કાલિક સીધી આવક થાય) લગાવવી પડશે.

આથી એવું લાગે છે કે, RBI કેન્દ્ર દ્વારા ખૂબ જ આગ્રહ કરાતી EB યોજના માટે પૂરી રીતે સંમત નહોતી.

એવા અન્ય દાખલા છે, જ્યાં નાણા મંત્રાલયના EBના સંદર્ભમાં પગલાં શંકાસ્પદ લાગે છે. 2 જાન્યુઆરી 2018ના રોજ EBSનું જાહેરનામું બહાર પાડતી વખતે ભારત સરકારે દર વર્ષે ચાર-દસ દિવસની બારી નિર્દિષ્ટ કરી. જ્યારે SBI દાતાઓને આ બૉન્ડ વેચી શકે.

પરંતુ નાણા મંત્રાલયે EBના અનિર્ધારિત વેચાણ માટે બે અલગ પ્રસંગોની છૂટ આપી. વિધાનસભા ચૂંટણી પહેલાં આ બંને પ્રસંગો માત્ર યોગાનુયોગ ન હોઈ શકે.

મે 2018માં કર્ણાટક ચૂંટણી પહેલાં, વિશેષ વધારાની 10 દિવસની બારી ખોલાઈ. કોંગ્રેસનો આક્ષેપ છે કે, EB યોજનામાં ભંડોળનો ઉપયોગ તે વર્ષે વિધાનસભા ચૂંટણી પછી વિપક્ષોના ધારાસભ્યોને તોડવા માટે કરાયો હતો.

અન્ય વિશેષ બારી નવેમ્બર 2018માં ખોલાઈ હતી એટલે કે, તેલંગાણા, મધ્ય પ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને છત્તીસગઢ.

"ભારત સરકાર પાસે EB જાહેર કરતી SBI પર સીધો અંકુશ છે. સરકાર SBI મારફતે EBમાં આર્થિક લેવડદેવડ પર હંમેશાં પહોંચ ધરાવે છે. અન્ય શબ્દોમાં, શાસક પક્ષ વિપક્ષને કઈ કંપનીએ EB દ્વારા દાન આપ્યું તેની ભાળ હંમેશાં મેળવી શકે છે. શાસક પક્ષો દ્વારા ભાળ મેળવવાની ભીતિથી અનેક દાતાઓ ભાજપ વિરોધી પક્ષોને દાન આપવાથી ખચકાય છે. આ રીતે EB ગેરકાયદે નાણાંને સફેદ બનાવવાનો કાનૂની રસ્તો બની ગયો છે." તેમ કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ આ બાબતે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માગણી કરતી વખતે કહ્યું હતું.

જોકે, ભાજપે આ આક્ષેપને નકારી કાઢતાં કહ્યું કે, “અનામીપણાનો અર્થ એવો નથી કે તેનું નામ કે ઓળખ જાહેર કર્યા વગર કોઈ પણ વ્યક્તિ બેન્કમાં પેટી ભરીને રોકડ રકમ જમા કરાવી શકે અને બૅરર બૉન્ડ ખરીદી શકે. અનામીપણું એટલી હદ સુધી જ ચલાવી લેવાય છે કે દાતાનાં સંગઠનોએ દરેકની સામે એવું જાહેર કરવાનું નથી કે કયા પક્ષોને તેમનાં રાજકીય દાનો મળે છે.”

ભાજપ મુજબ, EB અનામીપણું આપે છે, પરંતુ કોઈ કાયદાના ઉલ્લંઘનમાંથી મુક્તિ નહીં. દાતાએ હંમેશાં SBIમાં જવું પડશે અને તેમની ખરીદી માટે પૈસા ચૂકવવા પડશે. એક રાજકીય પક્ષે બૉન્ડ તેના બેન્ક ખાતામાં જમા કરાવવા પડશે અને તે ઔપચારિક રોકડ મેળવશે.”

EBનો બચાવ કરતા, કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે “અગાઉ રાજકીય પક્ષોને રોકડ દાન આપવાની પ્રણાલિ હતી. હવે ઇલેક્ટોરલ બૉન્ડ બેન્ક ખાતા સાથે જોડાયેલા છે. તમામ ખાતાંઓ KYC નિયમો સાથે સંકળાયેલાં છે. આ પ્રણાલિ સંપૂર્ણપણે પારદર્શી છે. જો EB યોજના ન આવત તો મોટા પ્રમાણમાં બેહિસાબી નાણાં રાજકીય પક્ષો પાસે ઠલવાતાં રહેત. જોકે, EBએ અપ્રમાણિક ભારતીયોને એક જ ઝાટકે પ્રમાણિક નથી બનાવી દીધા, પરંતુ એ જરૂર છે કે તેણે અપ્રમાણિકતાને મુશ્કેલ વેપાર જરૂર કરી દીધો છે.”

RBIને સંપૂર્ણ વિશ્વાસમાં (બોર્ડમાં) નહોતી લેવાય તેવા આક્ષેપને રદિયો આપતા ગોયલે કહ્યું કે, ભારત સરકાર RBI સાથે સતત ચર્ચામાં હતી. “સરકારે નાણાં ખરડો 2017 દાખલ કર્યા પછી યોજના જાહેર કરવા લગભગ એક આખું વર્ષ લીધું તે હકીકતને જોતાં, સર્વોચ્ચ બેન્ક પાસે આ મુદ્દે વિચારણા કરવાનો પૂરતો સમય હતો.”

પ્રધાન અને ભાજપના અન્ય નેતાઓ જોકે એ પ્રશ્નને ટાળે છે કે સરકારે બે અલગ પ્રસંગોએ કાયદો શા માટે તોડ્યો અને વિધાનસભા ચૂંટણી પહેલાં EBના અનિર્ધારિત વેચાણને છૂટ કેમ આપી.

Intro:Body:

blank news

Conclusion:
Last Updated : Nov 28, 2019, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.