એમેઝોને એક નિવેદનમાં જણાવ્યું કે, "સેનાના પરિવારો માટે રોજગારની તકો ઉભી કરવા માટે એમેઝોન ઇન્ડિયા ડિરેક્ટરેટ જનરલ રિસેટલમેન્ટ(DGR) અને લશ્કરી કલ્યાણ નિમણૂક સંસ્થા સાથે ભાગીદારી કરી રહ્યું છે."
એમેઝોનના એશિયા ઓપરેશન્સના વરિષ્ઠ વાઇસ પ્રેસિડેન્ટ અખિલ સક્સેનાએ જણાવ્યું હતું કે, એમેઝોન ઇન્ડિયાએ કંપનીમાં વિવિધ ભૂમિકામાં પૂર્વ સૈનિકોની નિમણૂક કરી છે. જેમાં પરિવહન, ગ્રાહક પુરવઠો, સુવિધા વ્યવસ્થાપન અને સલામતી સંબંધિત કામ સામેલ છે.
DGRના પ્રવક્તાએ જણાવ્યું કે ," એમેઝોન અને DGR વચ્ચે કરાર મંજુરી અંતિમ ચરણમાં છે." આ કરાર સેનાના પૂર્વ સૈનિકો માટે ખૂબ મહત્વની બની રહેશે.