ETV Bharat / business

ફેસબૂક બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અન્ય રોકાણકારોને પણ હિસ્સો વેંચશે - જિયો ડિજિટલ પ્લેટફોર્મ લિમિટેડ

ફેસબૂકે ગયા અઠવાડિયે જિયો ડિજિટલ પ્લેટફોર્મ લિમિટેડમાં 9.99 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. એવા અહેવાલો છે કે, કંપની સમાન રોકાણ માટે ગુગલ સાથે વાતચીત કરી રહી છે. કંપનીએ કહ્યું કે, સંભવિત રોકાણ વિશ્વ માટે જિઓ પ્લેટફોર્મનું આકર્ષણ દર્શાવે છે.

Reliance
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
author img

By

Published : May 1, 2020, 12:22 PM IST

નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગુરૂવારે ફેસબુકને ડિજિટલ હિસ્સો 7.7 અબજ ડોલરમાં વેંચ્યા બાદ જણાવ્યું હતું કે, તે સમાન કદના સોદા માટે અન્ય વ્યૂહાત્મક અને નાણાકીય રોકાણકારો સાથે વાતચીત કરી રહ્યું છે. જે યુનિટમાં દેવું ઘટાડવામાં મદદ કરશે. ભારતનો સૌથી નવું પણ મોટું ટેલીફોન ઓપરેટર જિયો છે.

કંપનીઓની ઓળખ જાહેર કર્યા વિના IRLએ ચોથા ત્રિમાસિક ગાળાની આવક અંગેના નિવેદનમાં જણાવ્યું છે કે, આવતા મહિનામાં રોકાણની જાહેરાત કરવામાં આવશે.

ફેસબૂકમાં રોકાણ ઉપરાંત બોર્ડને જાણ કરવામાં આવી હતી કે, IRL સાથે અન્ય વ્યૂહાત્મક અને નાણાકીય રોકાણકારોએ રસ દાખવ્યો છે, અને આગામી મહિનાઓમાં સમાન કદના રોકાણની જાહેરાત કરે તેવી શક્યતા છે.

ગયા અઠવાડિયે જિયો પ્લેટફોર્મ લિ.માં 9.99 ટકા હિસ્સો ખરીદવાની ફેસબુકની ઘોષણા પૂર્વે કંપની ગૂગલ સાથે સમાંતર ચર્ચામાં હોવાના અપ્રમાણિત અહેવાલો પણ સામે આવ્યા હતા. સંભવિત હિત અંગે કંપનીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં જિઓ પ્લેટફોર્મ્સનું આકર્ષણ સ્થાપિત કરે છે અને મોટા પાયે વિક્ષેપજનક ગ્રીનફિલ્ડ ઉદ્યોગોને કલ્પના કરવાની IRLની ક્ષમતાની મજબૂત માન્યતા છે.

IRLએ આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ઈક્વિટી ઈન્ફ્યુઝન્સની મજબૂત દૃશ્યતા સાથે બોર્ડને જાણ કરવામાં આવી હતી કે, IRL તેની આક્રમક સમયરેખા પહેલાં નેટ-શૂન્ય દેવાની સ્થિતિ હાંસલ કરવાની તૈયારીમાં છે.

અબજોપતિ મુકેશ અંબાણી ચીનમાં વિચેટ અને અલી પેની સફળતાના પગલે ચાલવા અંગે વિચારી રહ્યા છે, જેમ કે ઈપી-કોમર્સ માર્કેટમાં એમેઝોન અને વોલમાર્ટના ફ્લિપકાર્ટને ઈ-કોમર્સ માર્કેટમાં ઓનલાઇન ખરીદી માટે ઈન્ટિગ્રેટેડ ચેટ ફંક્શન, ચુકવણી અને નાણાકીય સેવાઓ અને ઓનલાઇન ખરીદી સાથેના ચીનમાં વિચેટ અને અલી પેની સફળતાની નકલ કરશે. 2027 સુધીમાં આ માર્કેટનું મુલ્ય 200 અબજ ડોલર થાય તેવી શક્યતા છે.

આ જોડાણમાં લગભગ 400 મિલિયન વપરાશકર્તાઓ અને ભારતના 388 મિલિયન સબ્સ્ક્રાઇબર્સવાળી જિઓની મોબાઈલ સેવાઓ અને વોટ્સએપ ભારતની સૌથી લોકપ્રિય એપ્લિકેશન છે.

વોટ્સએપ એપીઆઈ(એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇંટરફેસ) પર 'જિઓ શોપિંગ બોટ' એકીકૃત કરશે અને યુઝરને તેમના સંપર્કોમાં બોટ ઉમેરવાની મંજૂરી આપશે. એકવાર એડ કર્યા પછી યુઝર સ્થાનિક વ્યવસાય શોધી શકે છે, કેટલોગમાં ઉપલબ્ધ ઉત્પાદનો જોઈ શકે છે અને થ્રેડ અથવા દુકાનની પ્રોડક્ટ ખરીદી શકે છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં રિલાયન્સ રિટેલના ઈ-કોમર્સ સાહસ જિઓમાર્ટએ ફેસબુકના વોટ્સએપ પર એક બિઝનેસ અકાઉન્ટ ખોલાવ્યું છે. તે સ્વંચાલિત ટેક્સ્ટ મેસેજિંગ અને સ્થાનિક કરિયાણા અથવા કિરાના સ્ટોર્સ દ્વારા સંપૂર્ણ ઓર્ડર ડિલિવરી દ્વારા વોટ્સએપ વપરાશકર્તાઓને જિઓમાર્ટ સાથે જોડશે.

જો કે સેવા, ફક્ત ત્રણ શહેરોમાં જ ઉપલબ્ધ છે, તેમ છતાં આ પ્રયોગ એક ઉદાહરણ આપે છે કે, કેવી રીતે વોટ્સએપ-જિઓમાર્ટ સંયોજન કરોડો ગ્રાહકોને સ્થાનિક કિરાણા સ્ટોર્સથી જોડતી વિવિધલક્ષી મોબાઈલ સેવા તરીકે કાર્ય કરશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(IRL)એ ગુરૂવારે જણાવ્યું હતું કે, સાઉદી નેશન ઓઈલ કંપની અરામકોમાં 20 ટકા હિસ્સો વેચવા માટે તેના બોર્ડે તેના 75 અબજ ડોલરના ઓઇલ-ટુ-કેમિકલ્સના વ્યવસાયને અલગ વિભાગમાં રાખવાની મંજૂરી આપી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે, બોર્ડ ઓફ ડિરેક્ટરને જાણ કરવામાં આવી છે કે, ફેસબુકના રોકાણો ઉપરાંત અન્ય વ્યૂહાત્મક અને નાણાકીય રોકાણકારો પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવામાં રસ દાખવે છે. તેમની સાથે વાટાઘાટો તે દિશામાં આગળ વધી રહી છે. આવતા મહિનામાં સમાન રોકાણની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

રાષ્ટ્રીય કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરીને આધિન રહેશે

રાષ્ટ્રીય કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરી મળ્યા બાદ ઓઈલ-ટુ-કેમિક(O2C) બિઝનેસ સંગઠનના ડિજિટલ આર્મ, જિઓ પ્લેટફોર્મ્સની જેમ સ્વતંત્ર બેલેન્સશીટ સાથે એક અલગ વર્ટિકલ બનશે.

IRLએ રિલાયન્સ જિયો સહિતના તમામ ડિજિટલ વ્યવસાયોનું આયોજન કર્યું છે, જેમાં 388 મિલિયન ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સ છે, તેને જિઓ પ્લેટફોર્મ્સમાં ગોઠવી દીધી છે. ગયા અઠવાડિયે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા હિસ્સો ફેસબુક INCને 7.7 અબજ ડોલરમાં વેચવાની સહમતી દર્શાવી છે. IRL બોર્ડે રિલાયન્સ O2C લિમિટેડને કંપનીના O2C અંડરટેકિંગની ટ્રાન્સફર માટેની અરેન્જમેન્ટની યોજનાને પણ મંજૂરી આપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.