ETV Bharat / business

આઠમું મોટું રોકાણ: અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ રિલાયન્સ જીઓમાં 5,683 કરોડનું રોકાણ કર્યું - અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ રિલાયન્સ જીઓમાં કર્યું રોકાણ

અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ જીઓના ઇક્વિટી વેલ્યુના મૂલ્યમાં રૂપિયા 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ 5.1 લાખ કરોડ લગાવ્યા છે. આ રોકાણની સાથે જિયોમાં આઈડિયાનો હિસ્સો 1.16 ટકા રહેશે.

અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ રિલાયન્સ જીઓમાં 5,683 કરોડનું રોકાણ કર્યું

author img

By

Published : Jun 7, 2020, 10:30 PM IST

મુંબઇઃ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાની ડીજીટલ ટેકનોલોજી જીયો પ્લેટફોર્મનો હિસ્સો વેચવા માટે વધુ એક કાર્ય કરવામાં આવ્યો છે. ADIA (અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી) દ્વારા જીયો પ્લેટફોર્મનો 1.16 ટકા હિસ્સો એટલે કે રૂપિયા 5683 કરોડમાં હસ્તગત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જીયો પ્લેટફોર્મને આઠમું રોકાણકાર મળ્યું છે. આજની ડીલ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આઠ ડીલમાં જીયો પ્લેટફોર્મનો 21.06 ટકા હિસ્સો વેચીને રૂપિયા 97,885.65 કરોડ એક્ત્ર કરવામાં આવ્યા છે.

અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ રિલાયન્સ જીઓમાં 5,683 કરોડનું રોકાણ કર્યું
અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ રિલાયન્સ જીઓમાં 5,683 કરોડનું રોકાણ કર્યું

ADIA એટલે કે, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ જીયોની ઇક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇસ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા આંકી છે. રૂપિયા 5638 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે ADIAનું જીયો પ્લેટફોર્મ હોલ્ડિંગ 1.16 ટકા રહેશે. ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલાં જ અબુધાબીના સરકારી ફંડ મુબાદલા અબુધાબી દ્વારા પણ જિયો પ્લેટફોર્મમાં મૂડીરોકાણ કર્યુ હતું.

ગત વર્ષે રિલાયન્સે તેના ટેલીકોમ બિઝનેસને ત્રણ ભાગમાં વહેંચી દીધો હતો. જીયો પ્લેટફોર્મ કે જે રિલાયન્સની મોબાઈલ સેવામાં વપરાતી દરેક એપ જેમ કે જીયો સિનેમા, સાવન, જીયો મ્યુઝીક, જીયો ન્યૂઝ જેવી એપની માલિક છે. આ ઉપરાંત પ્લેફોર્મની પેટા કંપનીઓમાં મોબાઈલ સેવા આપતી રિલાયન્સ જીયો ઇન્ફોકોમ, ટાવર સેવા માટે રિલાયન્સ જીયો ઇન્ફ્રાટેલ અને ઓપ્ટીકલ ફાઈબર માટેની ત્રણ કંપનીઓનો સમાવેશ થાય છે.

જીયો પ્લેટફોર્મ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની પેટા કંપની છે અને તે જીયોની ડીજીટલ એપ ઉપરંત હાઈસ્પીડ કનેક્ટિવિટીને એકસાથે જોડે છે. રિલાયન્સ જીયો ઇન્ફોકોમ ભારતમાં 38.8 કરોડ મોબાઈલ ગ્રાહકોને ૪જી મોબાઈલ સેવા આપે છે. આ કંપની જીયો પ્લેટફોર્મની માલિકી હેઠળ જ કાર્યરત કરશે.

આ સાથે જીયો પ્લેટફોર્મમાં રિલાયન્સે 18.97 ટકા હિસ્સો વેચી રૂપિયા. 87,655.35 કરોડ એકત્ર કર્યા છે. જેમાં રોકાણકાર તરીકે વિશ્વની અગ્રણી કંપનીઓ અને પ્રાઈવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર જોડાયા છે. મુબાદલા સિવાયના રોકાણકારોમાં ફેસબુક, સિલ્વરલેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર, જનરલ એટલાન્ટીક અને કેકેઆર જેવા રોકાણકારોનો સમાવેશ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.