પાઇલટોએ આ નિર્ણય ત્યારે લીધો જ્યારે એરલાઇન શુક્રવારે બેંકો પાસેથી નાણા મેળવવામાં નિષ્ફળ રહી. જેટ એરવેઝના આશરે 1100 પાયલટોનું પ્રતિનિધિત્વ કરતી કંપની 'નેશનલ એવિએટર્સ ગિલ્ડ' દ્વારા છેલ્લા અઠવાડિયે જાહેર કરવામાં આવ્યું હતું કે, "જો તેમના બાકી પગારની ચૂકવણી કરવામાં નહીં આવે અને 31 માર્ચ સુધી પુનર્જીવન યોજના પર કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો 1 એપ્રિલથી તેઓ વિમાન નહીં ઉડાવે.”
વધુ માહિતી મુજબ, એન્જિનિયરો અને વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે જેટ એરવેઝના પાયલોટોને લગભગ ચાર મહિનાથી નાણા ચુકવવામાં આવ્યા નથી. માટે પાયલોટોનું કહેવું છે કે, તેઓનો પોતાનો પગાર જો ચુકવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિમાન ઉડાવશે નહી.