- ઝી એન્ટરટેઇનમેન્ટ અને સોની પિક્ચર્સનું મર્જર
- બંને કંપનીના મર્જરની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ
- પુનીત ગોયન્કા રહેશે એમડી
હૈદરાબાદ: ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડે બુધવારે જાહેરાત કરી હતી કે તેના બોર્ડે સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI) સાથે કંપનીના મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ રીતની થઈ ગોઠવણ
સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા અનુસાર સોની ઈન્ડિયાના શેરહોલ્ડરો લગભગ 52.93 ટકા હિસ્સો ધરાવશે અને બાકીના મર્જ કરેલા એકમની માલિકી ઝી શેરધારકોની રહેશે. પુનીત ગોયન્કા મર્જર પામેલી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રહેશે.
સૂચિત સોદા મુજબ ZEE અને SPNI તેમના લીનીયર નેટવર્ક, ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન ઓપરેશન્સ અને પ્રોગ્રામ લાઈબ્રેરીઓને જોડી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ કાચા તેલની કિંમતમાં ઉછાળો આવ્યો, આજે સતત 17મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર
આ પણ વાંચોઃ આજે સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ 54 પોઈન્ટ ઉછળ્યો