નવી દિલ્હીઃ જથ્થાબંધ ભાવાંક (WPI) પર આધારિત ફુગાવો ફેબ્રુઆરીના 2.26 ટકા કરતા માર્ચમાં ઘટીને 1 ટકા થયો છે. આ દરમિયાન દેશમાં ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં તેજીથી કમાણી આવી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ખાદ્ય ફુગાવો માર્ચમાં ઘટીને 4.91 ટકા થયો છે, જ્યારે તે છેલ્લા 6 મહિનામાં 7.79 ટકા હતો. કોરોના વાઇસને કારણે 25 માર્ચથી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેની અસર આ મહીન દરમિયાન આંકડાઓ જમા કરાવવામાં પડી હતી.
શાકભાજીની મોંઘવારી માર્ચમાં ઘટીને 11.90 ટકા થઇ છે, જ્યારે ગત્ત મહિને આ 29.97 ટકા હતી. જો કે, આ દરમિયાન ડુંગળી મોંઘી રહી હતી. ઇંધણ અને વીજળી ઉત્પાદનમાં 1.76 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ઉત્પાદિત વસ્તુઓની કિમતમાં 0.34 ટકાના દરની વૃદ્ધિ થઇ હતી.
સરકારે કહ્યું કે, કોરોના વાઇરસની મહામારીને કારણે દેશવ્યાપી લૉકડાઉનથી નવીનતમ માસ માટે WPIના પ્રારંભિક આંકડાઓની ગણા નિમ્ન પ્રતિક્રિયા દરના આધારે કરવામાં આવી છે અને આગળ પર આ આંકડાઓમાં ઉલ્લેખનીય પરિવર્તન આવી શકે છે.