ETV Bharat / business

Share Market : સપ્તાહના બીજા દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 74 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) શેર બજારની (Share Market) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 74.98 પોઈન્ટ (0.12 ટકા) તૂટીને 60,060.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 30.15 પોઈન્ટ (0.17 ટકા)ના ઘટાડા સાથે 17,915.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

સપ્તાહના બીજા દિવસે આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 74 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Oct 12, 2021, 10:12 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના બીજા દિવસે આજે શેર બજારની (Share Market) નબળી શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 74.98 તો નિફ્ટી (Nifty) 30.15 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે, જેની અસર ભારતીય શેર બજાર (Share Market) પર જોવા મળી છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) શેર બજારની (Share Market) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 74.98 પોઈન્ટ (0.12 ટકા) તૂટીને 60,060.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 30.15 પોઈન્ટ (0.17 ટકા)ના ઘટાડા સાથે 17,915.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- Mahindra XUV 700 SUV ની ધમાકેદાર એન્ટ્રી

આ શેર્સ પર સૌની નજર રહેશે

આજે દિવસભર ઉજ્જિવન એસએફબી (Ujjivan SFB), શિલ્પા મેડિકેર (Shilpa Medicare), ડેલ્ટા કોર્પ (Delta Corp), ટાટા મેટાલિક્સ (Tata Metaliks), હિરો મોટોકોર્પ (Hero Motocorp), અદાણી ગ્રીન (Adani Green) જેવા શેર્સ પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો- RBIએ આઠમીવાર નીતિગત દરોમાં ન કર્યો કોઈ ફેરફાર, રેપો રેટ 4 ટકા પર યથાવત

મોટા ભાગના એશિયાઈ બજારમાં (Asian Market) મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે મોટા ભાગના એશિયાઈ બજારમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 105 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.48 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો તાઈવાનમાં 1.18 ટકાના ઘટાડા સાથે 16,444.16ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. આ સાથે જ હેંગસેંગમાં 0.72 ટકાના ઘટાડા સાથે 25,141.94ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત નિક્કેઈમાં 0.93 ટકા તો કોસ્પીમાં 1.56 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.43 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.