- વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
- સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Share Market) નબળી શરૂઆત
- સેન્સેક્સ (Sensex) 113.86 તો નિફ્ટી (Nifty) 23.15 પોઈન્ટ તૂટ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 113.86 પોઈન્ટ તૂટીને 59,987.28ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 23.15 પોઈન્ટ (0.13 ટકા)ના ઘટાડા સાથે 17,872.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- Mahindra XUV 700 SUV ની ધમાકેદાર એન્ટ્રી
વૈશ્વિક બજાર (Global Market) પર એક નજર
વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે મોટા ભાગના એશિયાઈ બજારમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 6.50 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.23 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો તાઈવાનમાં 0.44 ટકાના ઘટાડા સાથે 16,640.43ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. તો હેંગસેંગમાં 2 ટકાના વધારા સાથે 25,335.52ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. આ સાથે જ નિક્કેઈમાં 1.57 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.11 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.38 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- RBIએ આઠમીવાર નીતિગત દરોમાં ન કર્યો કોઈ ફેરફાર, રેપો રેટ 4 ટકા પર યથાવત
ભારતની 72 કંપનીઓએ IPOના માધ્યમથી કેટલા રૂપિયા એકત્રિત કર્યા?
આ વર્ષે પહેલા 9 મહિનામાં 72 કંપનીઓએ ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO)ના માધ્યમથી 9.7 અબજ ડોલર એકત્રિત કર્યા છે. આ સમયગાળામાં વિશ્વભરમાં IPOથી મળનારા ફંડ્સમાં ભારતની ભાગીદારી લગભગ 3 ટકાની છે. તે દરમિયાન વિશ્વભરમાં IPOના માધ્યમથી 330.66 અબજ ડોલર એકત્રિત થયા છે. IPOની સંખ્યામાં ભારતની ભાગીદારી 4.4 ટકાની છે. એક રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન વિશ્વભરમાં IPOની સંખ્યા 1,635 હતી.