વિશ્વની બે ટોચની અર્થવ્યવસ્થા ચીન ,યુએસ વચ્ચે વ્યવ્સાયિક યુદ્ધ સતત ચાલી રહ્યું છે. આ વચ્ચે ઓગસ્ટમાં ચીન અને યુ.એસ.નો વેપાર સતત ઘટી રહ્રયો છે. શુક્રવાર અને રવિવારના આંકડા અનુસાર
ચાઇનામાં અમેરિકન દરિયાઇ આયાતનો આકડો 22.5 ટકાથી ઘટી 10.3 અબજ ડોલર નોંધાયો છે.
ચીને પોતાના નિકાસકર્તાઓને અમેરિકાને બદલે અન્ય બજારોમાં વિકલ્પ શોધવા જણાવ્યું છે. પરંતુ નબળી થઈ રહેલી વૈશ્વિક માંગણીના કારણે તેમાં મુશ્કેલીઓ પડી રહી છે. ઑગસ્ટમાં ચીનની વૈશ્વિક નિકાશ ત્રણ ટકા ઘટીને 214.8 અરબ ડૉલરે પહોંચી ગઈ છે. આમ, છતાં બને દેશ આ મુશ્કેલીઓ નિવારવા માટે કોઈ ઉકેલ તરફ આગળ વધતાં દેખાતાં નથી.