સિંગાપોર: કોરોના વાઇરસ અને સંગ્રહ ક્ષમતાના અભાવે યુએસ ક્રૂડ ઓઇલ સોમવારે બે દાયકાના સૌથી નીચેના સ્તર પર 15 ડૉલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.
WTI 19 ટકાથી વધુ ઘટીને 14.73 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું. જો કે, પાછળથી તેમાં થોડો સુધારો થયો અને તે 15.78 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું.
આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 4.1 ટકા ઘટીને 26.93 ડૉલર પ્રતિ બેરલ રહ્યું હતું, જોકે પછીથી તેમાં થોડો સુધરો આવ્યો અને તે 28.11 ડૉલરના ભાવ પર હતું.
હાલના સપ્તાહમાં, લોકડાઉન અને મુસાફરીના પ્રતિબંધોને કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલની માંગમાં ઘટાડો થયો છે.