નવી દિલ્હી: જિંદાલ સ્ટીલ વર્ક્સ (જેએસડબ્લ્યુ) જૂથના અધ્યક્ષ ઉદ્યોગપતિ સજ્જન જિંદાલે મંગળવારે દેશના અર્થતંત્રને બચાવવાની જરૂરિયાત જણાવી હતી. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થા નિષ્ક્રિય બને તે પહેલાં આપણે તાત્કાલિક પગલા ભરવા જ જોઇએ.
કોરોના વાઇરસ સંકટને કારણે 3 મે સુધી દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને કારણે દેશની આર્થિક પ્રવૃત્તિઓ લગભગ અટકી ગઈ છે.
જિંદાલે કહ્યું હતું કે, શટડાઉનથી કોરોના વાઇરસના પ્રકોપને રોકવામાં મદદ મળી શકે, પરંતુ આપણે અર્થતંત્ર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તેમણે એક નિવેદનમાં કહ્યું, "અર્થવ્યવસ્થાને નિષ્ક્રિય બનતા બચાવવા માટે આપણે જાગૃત થવાની જરૂર છે. નહીં તો અર્થવ્યવસ્થાને ફરીથી સક્રિય કરવામાં લાંબો સમય લાગશે. અર્થવ્યવસ્થામાં આવેલી મંદી પણ દેશ માટે જોખમી છે."
જિંદાલે કહ્યું કે કોરોના વાઇરસ તેની રસી ન મળે ત્યાં સુધી આપણા માટે સમસ્યા બની રહેશે.